નવીદિલ્હી, ન કોઈ ભ્રમમાં ન રહેતા. આ કોઈ પ્રતિબંધ નથી પરંતુ દિલ્હીમાં રાજકીય સમીકરણ એવું બની ગયું છે કે કોંગ્રેસે આ દિવસ જોવો પડશે. જ્યારે ઇન્ડિયા ગઠબંધન બન્યું હતું અને તાજેતરમાં આમ આદમી પાર્ટી સાથે સીટોની વહેચણી થઈ ત્યારે ગાંધી પરિવાર કે કોંગ્રેસના કોઈ રણનીતિકારોએ લગભગ વિચાર્યું નહીં હોય કે પરિવારના ત્રણ મત પાર્ટીને મળી શકશે નહીં. નોંધનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નવી દિલ્હી લોક્સભા ક્ષેત્રના મતદાતા છે, પરંતુ આ વખતે તે ચૂંટણીમાં પોતાની પાર્ટીને મત આપી શકશે નહીં.
હકીક્તમાં સીટ શેયરિંગમાં કોંગ્રેસે ગાંધી પરિવારવાળી નવી દિલ્હી સીટ અરવિંદ કેજરીવાલની પાર્ટીને આપી છે. આપ નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પૂર્વી દિલ્હી અને પશ્ચિમ દિલ્હી લોક્સભા સીટો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસને ત્રણ સીટો મળી છે. તેમાં ચાંદની ચોક, ઉત્તર પૂર્વી દિલ્હી અને ઉત્તર પશ્ચિમી દિલ્હી સામેલ છે. ગાંધી પરિવાર જે નવી દિલ્હી લોક્સભા ક્ષેત્રમાં મતદાતા છે, તે એક સમયે કોંગ્રેસનો ગઢ હતી, પરંતુ ૨૦૧૪માં ચાલેલી મોદી લહેરમાં તમામ સમીકરણ વસ્ત થઈ ગયા હતા.આ વખતે અહીંથી ભાજપે પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને ઉમેદવાર બનાવી છે તો આમ આદમી પાર્ટીએ સોમનાથ ભારતીને મેદાનમાં ઉતાર્યા છે.
આવું પ્રથમવાર હશે જ્યારે આઝાદી બાદ ગાંધી પરિવારના સભ્ય પોતાની પાર્ટીને મત આપી શકશે નહીં. હકીક્તમાં કોંગ્રેસ ઘટતા જનાધારને કારણે પાર્ટીને ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવા માટે મજબૂર થવું પડ્યું છે. ૧૯૫૨થી ૨૦૦૯ની વચ્ચે નવી દિલ્હી સીટથી કોંગ્રેસ પાર્ટી ૭ વખત જીત મેળવી ચૂકી છે. બે લોક્સભા ચૂંટણીમાં સતત ભાજપની મીનાક્ષી લેખીએ જીત મેળવી હતી. ૨૦૦૪ અને ૨૦૦૯ની લોક્સભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા અજય માકન નવી દિલ્હી સીટથી જીતી સંસદ પહોંચ્યા હતા. આ ક્ષેત્રમાં કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓના ઘર છે અને તેથી તે ત્યાંના મતદાતા છે. પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા અને કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ રાજીવ શુક્લા પણ અહીંના વોટર છે.