- ડાંગના આખેઆખા ગામે ચૂંટણીનો બહિષ્કાર, મતદાન મથક સવારથી ખાલીખમ રહ્યાં
અમદાવાદ,
ગુજરાતમાં આજે પહેલા તબક્કા માટેનું મતદાન થયું છે.જો કે કેટલાક ગામોમાં મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો ત્યારે આહવા તાલુકાના મોટીદબાસ ગામે પુલ અને રસ્તાની માંગણી વચ્ચે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે. અહીં લોકો પુલ અને રસ્તાની માંગ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, જ્યાં સુધી અમારા ગામમાં રોડ અને પુલ નહીં થાય ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ.ડાંગનાં મોટીદબાસ ગામનાં લોકોએ મતદાન મથક સુધી ફરકયા પણ નથી. તંત્ર દ્વારા સમજાવવા કોશિશ નિષ્ફળ રહી છે. પુલ અને રસ્તાની માંગને લઈને ગ્રામજનોનો અડગ આત્મવિશ્ર્વાસ દેખાઇ રહ્યો છે.
જામજોધપુર ધ્રાફા ગામે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરાયો. મહિલાઓ માટે અલગ મતદાન બૂથ ન રખાતા ચૂંટણી બહિષ્કાર કર્યો. રાજાશાહી વખતથી મહિલાઓ માટે અલગ મતદાન મથક ફાળવાતું હતું, આ વખતે મહિલાઓ માટે અલગ મતદાન મથક ન ફાળવાતા ચૂંટણી બહિષ્કાર કર્યો. ડાંગના આહવામાં બેનરોએ ઉમેદવારોને દોડતા કરી દીધા. રસ્તા અને પુલ મુદ્દે મોટીદબાસ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર.
નર્મદા જિલ્લામાં આવેલા ડેડીયાપાળા વિસ્તારના સમોટ ગામના લોકોએ પાયાની સુવિધાઓને લઈને ચૂંટણનો બહિષ્કાર કર્યો છે. આ કેન્દ્ર પર હજુ સુધી એક પણ મત પડ્યો નથી. આ કેન્દ્ર પર મતદાન થવા છતાં કોઈ પણ સત્તાવાળા કે ઉમેદવારો આ ગામના લોકોને સમજાવવા આવ્યા થી. આ ગામમાં કુલ ૧૦૦૦ જેટલા મતદારો છે.માંડવી બેઠકમાં સમાવિષ્ટ સોનગઢ તાલુકાની ઉકાઈ જૂથના સિંગ્લખાંચ અને પથરડા ગામમાં ચૂંટણી બહિષ્કારને પગલે અત્યાર સુધી એક પણ મતદારે મતદાન કર્યુ નથી.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કેસર અને મહુજા ગામમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે. સવારથી અત્યાર સુધી એક પણ મતદાર મતદાન મથક પર આવ્યા નથી. વિગતો મુજબ પ્રાથમિક સુવિદ્યાના અભાવે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.નર્મદાના મતદાન કેન્દ્ર પર પણ એક પણ મત પડ્યો ન હતો ડેડિયાપાડા મતવિસ્તારના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. સમોટ ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. રોડ, રસ્તા પાણી સહિતની ગ્રામજનોની સમસ્યાને લઇને ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે. એક હજાર મતદારો ધરાવતો મતવિસ્તારમાં હજુ સુધી એક પણ મત પડ્યો નથી.