મુંબઇ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આઇપીએલ ૨૦૨૪ની સફર એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામેની હાર સાથે સમાપ્ત થઈ. આ હાર સાથે આરસીબીનું ફરી એકવાર ખિતાબ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. બેંગલુરુએ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટું પુનરાગમન કર્યું અને આઈપીએલ પ્લેઓફમાં જગ્યા બનાવી, પરંતુ પ્રથમ જ નોકઆઉટ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.
આ મેચ ૪ વિકેટથી જીતીને આરઆરએ ક્વોલિફાયર-૨માં પોતાનું સ્થાન બનાવી લીધું છે, જ્યાં તેનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. આ હાર સાથે ઇઝ્રમ્નું ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. એ વાત રો જાણીતી જ છે કે ઇઝ્રમ્ ટીમ ૧૭ વર્ષમાં એકવાર પણ આઈપીએલ ટાઈટલ જીતી શકી નથી. આવી સ્થિતિમાં, અમે તમને તે પાંચ કારણો વિશે જણાવીએ જેના કારણે ગઇકાલની આ મેચમાં બેંગલુરુને હારનો સામનો કરવો પડ્યો હતો.
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેટિંગમાં ઘણી નબળી દેખાતી હતી. ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૨ રન જ બનાવી શકી હતી. લો ટોટલ ટીમની હારનું સૌથી મોટું કારણ હતું.
આ મેચમાં આરસીબીના ફિલ્ડરો અત્યંત સુસ્ત દેખાતા હતા. રાજસ્થાનની ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં યશસ્વી જયસ્વાલ કેચ ચૂકી ગયો હતો. ટોમ કોહલર કેડમોરને પણ ૫મી ઓવરમાં જીવનદાન મળ્યું હતું. યશ દયાલની ઓવરના પહેલા બોલે મિડવિકેટ પર ગ્લેન મેક્સવેલના હાથે કેચ થયો હતો. કેડમોરે ૧૫ બોલમાં ૨૦ રન બનાવ્યા હતા. સ્પિનર કર્ણ શર્મા સંજુ સેમસનને રન આઉટ કરવાની તક ચૂકી ગયો હતો.
આ સિઝનમાં આરસીબીની બેટિંગ લાઇનઅપ વિરાટ કોહલીની આસપાસ ફરતી હતી. ઓરેન્જ કેપ હોલ્ડર કોહલીએ ૧૫ મેચોમાં ૬૧.૭૫ની જબરદસ્ત એવરેજ અને ૧૫૪.૬૯ની શાનદાર સ્ટ્રાઈક રેટથી મહત્તમ ૭૪૧ રન બનાવ્યા. આ દરમિયાન, તેણે પાંચ અડધી સદી અને એક સદી ફટકારી, પરંતુ સૌથી મોટી મેચમાં તેનું બેટ શાંત રહ્યું. કોહલી ૨૪ બોલમાં ૩૩ રન બનાવીને આઉટ થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મોટો સ્કોર ન કરી શક્યું તેનું મુખ્ય કારણ કોહલી હતો.
આમ તો ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને મોટી મેચના ખેલાડીઓ માનવામાં આવે છે, પરંતુ ગ્લેન મેક્સવેલનું ખરાબ ફોર્મ એલિમિનેટરમાં પણ ચાલુ રહ્યું હતું. તે ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. આખી સિઝનમાં, તે ચાર વખત ૦ના સ્કોર પર આઉટ થયો હતો, જેમાં બે ગોલ્ડન ડક્સનો સમાવેશ થાય છે. મેક્સવેલ ૫.૮ની એવરેજથી માત્ર ૫૨ રન બનાવી શક્યો. આ સાથે જ ઓસ્ટ્રેલિયન કેમેરોન ગ્રીનનું પણ આવું જ હતું. આ મેચમાં ગ્રીને ૨૧ બોલમાં ૨૭ રન બનાવ્યા હતા અને બોલિંગમાં પણ તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો.
આ સાથે જ પ્રથમ બેટિંગ આરસીબી માટે નુક્સાનકારક હતી. પ્રથમ દાવમાં પિચ ખૂબ જ ધીમી હતી, જ્યારે બીજી ઇનિંગમાં ઝાકળ આવી હતી, જેના કારણે બોલરો માટે બોલને પકડવું મુશ્કેલ બન્યું હતું અને રાજસ્થાનના બેટ્સમેન માટે બેટિંગ સરળ બની હતી.