
દક્ષિણ કાશ્મીર હિમાલયમાં કડક સુરક્ષા વચ્ચે બાબા અમરનાથની પવિત્ર ગુફામાં બર્ફાની બાબાના પહેલા દિવસે ૧૩ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.તીર્થયાત્રીઓનું પ્રથમ જૂથ ૩૮૮૦ મીટરની ઉંચાઈ પર આવેલી ગુફા મંદિરની યાત્રા શરૂ કરવા માટે બાલટાલ અને નુનવાનમાં બે આધાર શિબિરેથી રવાના થયું હતું. આ યાત્રા ૪૮ કિલોમીટર લાંબા નૂનવાન-પહેલગામ માર્ગ અને ૧૪ કિલોમીટર લાંબા બાલટાલ માર્ગથી શરૂ થઈ હતી.
પહેલા દિવસે ૧૩૭૩૬ તીર્થયાત્રીઓએ પ્રાકૃતિક રીતે બનેલા શિવલિંગના દર્શન કર્યા હતા. આ તીર્થયાત્રીઓમાં ૩૩૦૦ મહિલાઓ પર બાળકો ૧૦૨ સાધુઓ અને ૬૮૨ સુરક્ષાકર્મીઓ સામેલ હતા. જેમણે બન્ને માર્ગોથી મંદિરના દર્શન કર્યા હતા.