બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ ૨૦૦૩માં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ આજે તેમની પાસે સારો રોલ નછી. નેહાએ જણાવ્યું કે તેમના વખાણ તો થઈ રહ્યા છે પરંતુ કામ નથી મળતું. ૨૦૦૨માં મિસ ઈન્ડિયા બનેલી નેહા ધૂપિયાએ અજય દેવગણની ફિલ્મ કયામતથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું.
૨૦૦૪માં આવેલી ફિલ્મ ’જૂલી’એ નેહાને ખૂબ જ પોપ્યુલારિટી અપાવી. ફિલ્મમાં તેમનો રોલ ખૂબ જ બોલ્ડ હતો. પરંતુ તેમણે તેમાં એક્ટિંગ પણ દમદાર કરી હતી. ત્યાર બાદ નેહાએ ફિલ્મો તો ઘણી કરી પરંતુ તેને એવી સફળતા ન મળી. તે ચાલીસની લાસ્ટ લોકલ અને સિંહ ઈઝ કિંગ જેવી ફિલ્મમાં જોવા મળી.
હવે નેહાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે તે બે દાયકાથી એક સારી ફિલ્મની તલાશ કરી રહી છે. લોકો તેના કામના વખાણ તો કરે છે પરંતુ તેમને હિંદીમાં કામ નથી મળી રહ્યું. નેહાએ કહ્યું, હું ૨૨ વર્ષથી એક ઈન્ટરેસ્ટિંગ ફિલ્મમાં કામ કરવા માટે સ્ટ્રગલ કરી રહી છું. તેમની ફિલ્મો જોઈને લોકો કહે છે ’આ ગ્રેટ છે.’ અમને તમે આમા સારી લાગી.
નેહાએ જણાવ્યું કે તેમને સાઉથથી બે બેક ટૂ બેક ઓફર મળી છે. જેના માટે મેર્ક્સે બસ તેમના ૩ મહિના માંગ્યા છે. પરંતુ મને યાદ નથી કે છેલ્લી વખત મને ક્યારે કોઈ હિન્દી ફિલ્મની ઓફર મળી હતી.