અમદાવાદ, ગુજરાતના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે શારિરીક શોષણનો ગંભીર આરોપ લગાવનાર મહિલાએ જોધપુર હાઈકોર્ટમાં ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. અમદાવાદની મહિલાએ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર શેખાવત સામે આબુરોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ જોધપુર જજને સંબોધીને પત્ર લખ્યો હતો, જેમાં પ્રાંતિજના ધારાસભ્ય અને બીજા એક વ્યક્તિએ ધમકી આપી હતી .આજે મહિલાએ કાર્ટેની કાર્યવાહી દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો.તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ,હાલ તેમની તબિયત સારી છે,
ઉલ્લેખનીય છે કે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં રહેતી મહિલા ૨૦૨૦માં તેની દિકરી સાથે પ્રાંતિજના ધારાસભ્ય અને અન્ય વ્યક્તિ સાથે તેઓ કારમાં જેસલમેર ગયા હતા ,નવેમ્બર ૨૦૨૦માં રાજસ્થાન જતા આબુ પાસે મહિલાની સગીરા દિકરી સાથે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે છેડછાડ કરી હોવાનો મહિલાએ ગંભીર આરોપ લગાવ્યો હતો. ન્યાય મળે તે માટે તેણે આજે કોર્ટમાં ઝેર પી લીધું હતું