પ્રમુખસ્વામી મહારાજને યુએનમાં શ્રદ્ધાંજલિ, લંડન-ન્યૂયોર્કમાં ખાસ કાર્યક્રમ આયોજિત કરાયો

વોશિગ્ટન,

પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૧ મી જન્મજયંતી છે ત્યારે વિવિધ દેશોમાં પ્રમુખસ્વામી મહારાજની જન્મ જયંતી ઉજવવવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રમુખ સ્વામી મહારાજને ખાસ શ્રદ્ધાંજલિ આપવામા આવશે. ન્યૂયોર્ક અને લંડનમાં ખાસ કાર્યક્રમ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર તરફથી પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવામા આવશે.

સંયુક્ત રાષ્ટ્રના ભારતીય સ્થાયી પ્રતિનિધિમંડળ દ્વારા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજના જન્મશતાબ્દી વર્ષ પર બુધવારે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જેમાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થામાં ખાસ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરાયો છે. પ્રમુખ સ્વામી મહારાજની જીવની બતાવવામા આવશે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત રૂચિરા કંબોજ આ કાર્યક્રમમાં વક્તાઓ પૈકી એક છે. આ ઇવેન્ટ ૮ ડિસેમ્બરના રોજ સવારે ૨:૩૦ થી સવારે ૪:૦૦ વાગ્યાની વચ્ચે લાઇવ થશે, તેવુંમ મંગળવારે બીએપીએસ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર પ્રકાશનમાં જણાવવામાં આવ્યું છે. બીએપીએસ યુએન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલમાં કન્સલ્ટેટિવ સ્ટેટસ ધરાવે છે, જે ૨૦૦૦માં આપવામાં આવ્યું હતું.

લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં આયોજિત થનારા ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. સંયુક્ત રાષ્ટ્ર તરફથી સમગ્ર વિશઅવ એક પરિવાર કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્ય તેમજ તેમના વૈશ્ર્વિક પ્રભાવ વિશે બતાવવામા આવશે. આ અવસર પર લંડનના વેસ્ટમિંસ્ટર સિટી કાઉન્સિલ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમાનું ટાવર ગાર્ડનમાં અનાવરણ કરવામા આવશે.