પ્રશિક્ષણ વર્ગ યોજ્યો : ગોધરામાં વડોદરા મહાનગર તથા પાલિકાના સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ

ગોધરા,ગોધરા ભાજપ કાર્યાલય ખાતે નગરપાલિકા અને મહાનગર પાલિકાના સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ યોજ્યો હતો. જેમા પંચમહાલ, દાહોદ, વડોદરાની વિવિધ 6 પાલિકાઓ અને વડોદરા મહાનગરપાલિકાના સભ્યો માટે ભાજપ દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું હતું. જેમાં 4 સત્રો મુજબ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ સાફલ્ય ગાથાઓ રજુ કરાઇ હતી.

જેમાં સરકારની વિવિધ કામગીરીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. બીજા સત્ર દરમિયાન ભાજપનો ઈતિહાસ, વિકાસ, વિચારધારાઓ વિશે માહિતી, ત્રીજા સત્રમાં આદર્શ જનપ્રતિનિધિ કેવી રીતે બની શકાય, લોકો સાથે કેવી વર્તવું જોઈએ તે અંગે માહિતી, જ્યારે ચોથા સત્રમાં સરકારની જનકલ્યાણકારી યોજનાઓ વિશે ઉપસ્થિત પાલિકા સભ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશન સભ્યોને માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર પણ પ્રશિક્ષણ આપવા ઉપસ્થિત રહ્યા હતા.