પ્રાકૃતિક ખેતીથી શાકભાજી તૈયાર કરવાની પદ્ધતિ: રાસાયણિક ખાતરોના દુષ્પ્રભાવથી ખાદ્ય પદાર્થો ઝેરી બની રહ્યા છે- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાસાયણિક ખાતરોના દુષ્પ્રભાવથી ખાદ્ય પદાર્થો ઝેરી બની રહ્યા છે. વય કે વ્યસનથી રોગ થાય એ તો સમજ પડે પરંતુ એના સિવાય પણ ડાયાબીટીઝ (મધુપ્રમેહ), કેન્સર, હ્રદય રોગ જેવા રોગોનુ પ્રચલન સામાન્ય બનતુ જોવા મળે છે. બદલાયેલ જીવનશૈલી અને હલકી ગુણવત્તાની ખેત-પેદાશોના ઉપભોગને લીધે નાની વયના લોકોમાં પણ ગંભીર બીમારીઓ જોવા મળી રહી છે. પ્રાકૃતિક ખેતીની દેશભરમાં મુહિમ ચલાવનાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જણાવે છે ખેતી કરવાની સાચી પદ્ધતિની જાણકારીનો અભાવ અને રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગથી પ્રકૃતિ અને માનવ શરીરનું સ્વાસ્થ્ય જોખમાયુ છે.

આજકાલ આપણે જેવી રીતે ખેત પેદાશ લઈએ છીએ તે સામાન્ય રીતે સાચી નથી, કારણ કે ન તો તેમાં સિંચાઈનું કોઈ નિયંત્રણ હોય છે કે ન તેમની સાથે સહજીવી પાક કે છોડવાઓ લગાવવામાં આવે છે. આજનાં શાકભાજી ઝેરયુક્ત છે. જે ઝેર શરીરમાં જમાં થાય છે અને અનેક બીમારીનું કારણ બને છે. આ બધાથી મુક્તિ મેળવવા માટે ઝેર મુક્ત ખેતી એક માત્ર ઉપાય છે. તો ચાલો આજે જાણીએ પ્રાકૃતિક ખેતીથી શાકભાજી ઉગાડવાની રીત.

પ્રાકૃતિક ખેતીથી શાકભાજી તૈયાર કરવાની પદ્ધતિ

જ્યારે આપણે કોઈ પણ છોડને રોપી છીએ, તો તેમાં લીલા ખાતરનાં રૂપમાં ઢાઈચા, કોઈ પણ કઠોળ જેમ કે, ચોળા, મગ, અડદ વગેરેને માટીમાં ભેળવવામાં આવે છે અને સાથે જ ખેતીનું પસયું કરતી વખતે એક એકરમાંમાં 200 લીટર જીવામૃત પાણીની સાથે આપીએ છીએ. જમીન ભરભરી થયા પછી માટીને હલકી અને બારીક કરવી જેથી માટીમાં સારી રીતે હાર કે ચાસ બનાવી શકાય. અંતિમ વાવણી કરતી વખતે 400 કિલો ઘન જીવામૃત નાખીને તિરાડમાં રેડવું અને પછી ઉતર-દક્ષીણ દિશામાં હાર કે ચાસ કરવા.

બીજ સંસ્કાર

શાકભાજીનાં સારા ઉત્પાદન માટે બિયારણને બીજામૃતથી સંસ્કારીત કરવા. બિયારણને સંસ્કારીત કરવાથી બીજમાં સારૂં અંકુરણ આવશે અને સારા પાકનાં રૂપમાં સારૂ ઉત્પાદન મળશે. બિયારણને બીજામૃતમાં ડૂબાડવા, સામાન્ય બિયારણને 6-7 કલાક જયારે બીજા વિશેષ બિયારણને 12- 14 કલાક ડૂબાડવા, જેવા કે કારેલાના બીજ, ટીન્ડોરાના બીજને થોડા સમય બાદ કાઢવા. એમને છાયાંમાં સુકાવવા. ત્યારબાદ બીજની વાવણી કરવી.