- આચ્છાદન દ્વારા નિંદામણ ઘટાડી શકાય છે અને પ્રકૃતિ પોતે જ હાનીકારક કીટકોનો નાશ કરી ખેતીને સંતુલિત કરે છે.
આજે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તનના ગંભીર પરિણામોને લઈ ચિંતનશીલ બન્યુ છે. પ્રાકૃતિક સંશાધનોને થતા નુકશાન થી પશુ, પંખી, વૃક્ષો અને માણસો સહિતના તમામ પર્યાવરણ જીવસૃષ્ટિ માટે અસ્તિત્વ ટકાવી રાખવાના જોખમો ઉભા થયા છે. ત્યારે આ પરિસ્થિતિથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ પર્યાવરણીય સંવર્ધન માટે આદર્શ કૃષિ પ્રકાર તરીકે ઉપસી આવ્યુ છે. ભારત સરકારે તાજેતરમાં જ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા બજેટ-2024માં આવનાર બે વર્ષમાં નવા બે કરોડ ખેડુતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો નિર્ધાર કર્યો છે.
પ્રાકૃતિક કૃષિમાં સફળતા હાસિલ કરવા ખેડુતોએ સતત વૈજ્ઞાનિક અભિગમથી કામગીરી કરવી એ પુર્વશરત છે. પ્રાકૃતિક ખેતીમાં નુકશાનકારક રોગ જીવાતો થી બચાવવા માટે કોઈ રાસાયણિક દવાઓનો ઉપયોગ ન કરતા ઉગેલ પાક પર આચ્છાદન કરવામાં આવે છે.
આચ્છાદન (મલ્ચીંગ) એટલે શુ અને તેના પ્રકારો ?
જમીનની ઉપરની સપાટીને ઢાકવાને આચ્છાદન (મલ્ચીંગ) કહેવામાં આવે છે. આચ્છાદન જમીનની સજીવતા અને ઉર્વશ શક્તિને બચાવવા માટેનું કાર્ય કરે છે. જેનાથી સુક્ષ્મ વાતાવરણનું નિર્માણ થાય છે તથા દેશી અળસીયા ઉપરની સપાટી ઉપર આવી હગાર (કાસ્ટ) કાઢે છે. જેથી જમીનમાં જીવ દ્રવ્યનું નિર્માણ થાય છે. એટલે કે જમીન મુલાયમ અને ફળદ્રુપ બને છે. આ માટીમાં દરેક પ્રકારના જીવાણુંઓની સંખ્યા તુરંત વધે છે. આ જીવાણુઓને ગરમી, ઠંડી, અતિવૃષ્ટિ, વાવાઝોડું અને અન્ય ખતરાથી બચાવવા માટે આચ્છાદાન (મલ્ટીંગ)ની જરૂરિયાત રહે છે.
મલ્ચીંગ ત્રણ પ્રકારના હોય છે. મૃદાચ્છાદન (માટીનું મલ્ચીંગ); કાષ્ટાચ્છાદન (વનસ્પતિનાં અવશેષોનું મલ્ચીંગ) અને સજીવાચ્છાદાન (આંતરપાત અથવા મિશ્ર પાકોનું મલ્ચીંગ).
અંહી, જમીનની ખેડ બળદ સંચાલિત હળ અથવા ઓછા વજનવાળા ટ્રેક્ટર સંચાલિત રોટાવેટરથી કરવામાં આવે છે. કારણ કે હલકા સાધન વડે ખેડ કરવાથી જીવાણુઓને નુકસાન થતું નથી.
આચ્છાનનું જમીન અને પાક માટે મહત્વમાટીમાંથી 36 ડીગ્રી ઉચ્ચ તાપમાને કાર્બન ઉડવાની શરૂઆત થાય છે. ઉપરાંત ભેજ પણ હવામાં ઉડવાનું શરૂ કરી દે છે. એકદમ ગરમી અથવા ખુબ ઠંડીને કારણે જમીન ફુલે અથવા સંકોચાય છે. જેનાથી જમીનમાં તિરાડો પડે છે. આ તિરાડોમાંથી ભેજ બાષ્પીભવન દ્વારા હવામાં જતો રહે છે. તેનાથી જમીનમાં ભેજ ઓછો થાય છે અને જમીનમાં જીવાણું તથા છોડનાં મૂળને ભારે નુકશાન થાય છે. આ નુકશાન ઘટાડવા માટે જમીનને હળવું ખેડાણ કરવામાં આવે છે અને ભેજને સુરક્ષિત રાખવા માટે જમીનની સપાટી પર વનસ્પતિનાં અવશેષોનું આવરણ (મલ્ચીંગ સપાટી પર વનસ્પતિનાં અવશેષોનું આવરણ (મલ્યીંગ) કરવામાં આવે છે.
જ્યારે આપણે જમીનમાં યુરિયા આપીએ છીએ ત્યારે પાક જ નહિ પરંતુ નીંદણ પણ ઝડપથી ઉગે છે. કુદરતી ખેતીમાં યુરિયા આપતા નથી, જેના કારણે નીંદણ ઓછું ઉગે છે.
પ્રાકૃતિક ખેતીમાં આપણે કોઈપણ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરતા નથી. જેથી આપણી જમીનમાં જે નીંદણનો ઉગાવો થાય છે તેને જમીનમાં ભેળવી દેવામાં આવે તો તેમાં રહેલા પોષકતત્વો પાકને મળે છે. જેની જરૂરીયાત પાકને હોય છે. નીંદણ જમીનનો અરીસો છે. નીંદણના પાંદડા પર મિત્ર કિટકોનું નિવાસ હોય છે. જે નુકશાન પહોચાડનાર કિટકોનો નાશ કરી દે છે. જેને કારણે પ્રકૃતિ પોતે જ હાનીકારક કીટકોનો નાશ કરી પ્રાકૃતિક સંતુલન કરી લે છે.
વનસ્પતિનાં અવશેષોનું મલ્ચીંગ એ શ્રેષ્ઠ નિંદામણ નાશક પદ્ધતિ છે. નીંદણનાં બીજને અંકુરિત થવા માટે સુર્યપ્રકાશ જરૂરી છે, પરંતુ આપણે જમીન પર વનસ્પતિનાં એવશેષોનું આવરણ કરવાથી સુર્યપ્રકાશ મળતો નથી. જેને લીધે નીંદામણનાં અંકુરિત થઈ શકતા નથી. આ રીતે નીંદણનું નિયંત્રણ કરી શકીએ છીએ. આચ્છાદનથી ભેજના કણો પણ ઉડતા નથી અને જમીનમાં ભેજ પણ જળવાઈ રહે છે જેના કારણે જમીન જીવંત બની જાય છે.
આચ્છાદન પવનની ગતિને ઘટાડે છે. આમ જમીનમાં ભેજ વધુ જળવાઈ રહે છે. આચ્છાદન વરસાદની ગતિને ઘટાડે છે જેથી જમીન પર ખાડા પડતા નથી અને ભેજ વહી જતો અટકે છે. વધારે ગરમીમાં ભેજને જાળવી રાખવા આચ્છાદન ખૂબ જ મહત્વનું કામ આપે છે. ખુબ જ ગરમીને લીધે ભેજ કાર્બન ડાયોક્સાઈડ બની હવામાં ઉડી જાય છે. જેના કારણે સરેરાશ તાપમાનમાં વધારો થાય છે.
કોઈ વર્ષમાં દુષ્કાળ આવે તો પણ આચ્છાદન હવામાંથી ભેજ લઇ છોડને સુરક્ષિત રાખે છે. જયારે આપણે એકદળ અથવા દ્વિદળ પાકના અવશેષોને જમીનની સપાટી પર આચ્છાદન (મલ્ચીંગ) કરીએ તો જમીનમાં જીવ દ્રવ્યનું પ્રમાણ જળવાઈ રહે છે. જીવ દ્રવ્યની હાજરીથી જમીન ફળદ્રુપ બને છે. 1 લીટર જીવ દ્રવ્ય હવામાંથી 6 લીટર પાણી શોષે છે. આ કારણે કુદરતી દુષ્કાળના સમયમાં પણ પ્રાકૃતિક કૃષિ ખીલે છે. એટલે કે સારૂં ઉત્પાદન આપે છે. કારણકે જીવ દ્રવ્ય મૂળનો ખાદ્ય ભંડાર હોય છે. મૂળ જીવદ્રવ્યમાંથી પોષકતત્વો લે છે અને પાકના શરીરમાં સંગ્રહિત કરે છે. જયારે આપણે જમીન પર સજીવ આચ્છાદન કરીએ છીએ એટલે કે મિશ્ર પાક અથવા આંતરપાક લીધા પછી પાકનાં અવશેષોને જમીનમાં ભેળવી દઈએ તો તેમાં રહેલા પોષક તત્વો જમીનમાં ઉમેરાય છે. જે પાક લઈ શકે છે. પ્રાકૃતિક કૃષિ જમીનમાં બેકટેરીયાનું શરીર જમીનમાં ભળી પાકને તેમા રહેલા તમામ પ્રકારના પોષકતત્ત્વો આપે છે અને પાક સારૂં ઉત્પાદન આપે છે.
એક સાથે જયારે આપણે અનેક પાક લઈએ તો પાકોની વિવિધતાને લીધે આપણા પાક પર મધમાખી આવે છે અને પરાગ સિંચનનું કાર્ય કરે છે. જેને લીધે ફલીનીકરણ થતાં પાક ઉત્પાદન વધે છે. આપણે કુદરતી ખેતીમાં નીંદણનો નાશ કરતા નથી પરંતુ મુખ્ય પાક કરતા નીંદણ છોડનો વિકાસ થવા ન દઈએ તો મુખ્ય પાક અને નિંદામણનાં છોડ વચ્ચે કોઈ સ્પર્ધા રહેતી નથી.