પ્રકૃતિની જનેતા એટલે પંચમહાલ-ઘોઘંબા તાલુકાનો પાલ્લા ગામે આવેલો કરાડ ડેમ

ધોધંબા, પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામમાં આવેલો કરાડ ડેમ 1956 થી 1957ના સમયગાળા બાંધવામાં આવ્યો એમ કહેવાય છે. આ ડેમના જમણાં કાંઠા નહેરની કામગીરી 1960 થી 1961 માં કરવામાં આવી હતી.આ કરાડ ડેમની નહેર યોજના દ્વારા ઘોઘંબા તાલુકા ના 11 ગામો અને કાલોલ તાલુકા ના 14 ગામ એમ કુલ 25 ગામો માં ખેડૂતો ને પાણી લાભ આપે છે. અને દુકાળની સ્થિતિમાં પણ આ કરાડ ડેમ જીવાદોરી બની રહે છે.

આ કરાડ ડેમ ડુંગરાળ વિસ્તારમાં આવેલો હોવાથી અનેક જગ્યાએથી પ્રવાસીઓ ફરવા માટે આવે છે. આ ડેમની આજુબાજુ કુદરતી સૌંદર્યનો આનંદ માણવાંની ખૂબ મજા આવે છે. અહીંથી જોતાં પાવાગઢ ડુંગરનો નજારો ખૂબ જ જોરદાર લાગે છે. તો બીજી તરફ કુવેચીયા ડુંગરની હારમાળા અને બોરીયા, દાઉદ્રા અને પાલ્લા ગામના નાનાંમોટાં ડુંગર પર આદિવાસીઓના ઘરો અને ખેતરો જોવાં ખૂબ જ સુંદર અને રમણીય લાગે છે. ઝોઝ, ગમાણી, મોલ જેવાં ગામોમાં આદિવાસીઓ ઘર અને ખેતરો કરાડ ડેમના પાણીમાં આવેલાં મોટાં મોટાં બેટ પર આવેલા છે. જે જોઈને એવું લાગે છે કે કુદરતના ચારે હાથ આ ઘોઘંબાની પ્રકૃતિ અને સૌદર્યની અપ્સરાને શણગારી હોય તથા કાશ્મીરી વાતાવરણનો ખાસ અનુભવ યાદ કરાવે છે. આજના આધુનિકયુગમાં વપરાતા ડ્રોન કેમેરા થી જોતાં આપણને ખૂબ જ અદ્દભુત અને લીલુંછમ લાગે. આ સ્થળ પર ગુજરાતી ફિલ્મોના સુંટીંગ પણ થાય છે. જેમાં વિક્રમ ઠાકોર, મમતા સોની, નરેશ કનોડિયા, ચંદન રાઠોડ, જેવાં મોટાં ગજાના ગુજરાતી ફિલ્મોના હીરો પણ આવી ચુક્યા છે. હકીકતમાં આ સ્થળ કુદરતની એક અનોખી ભેટ છે. તો મિત્રો આ જગ્યાની તમે એક વાર મુલાકાત લેજો. જોવામાં ખૂબ જ મજા આવશે. આમ, કુદરતના ખોળે રહેવું અને તેનો લ્હાવો લેવાનો એક ઉત્તમ અવસર આપ સૌને પ્રાપ્ત થાય.