પ્રજાસત્તાક દિવસની પરેડમાં ખુરશીને લઇને બાખડ્યા પૂર્વ મંત્રી અને મંત્રી

લખનૌ,

લખનૌ વિધાનસભામાં ૨૬ જાન્યુઆરીની પરેડદ દરમિયાન ખુરશી પર બેસવાની હોડનો પૂર્વ મંત્રી અને હાલના મંત્રીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પૂર્વ મંત્રી મોહસિન રઝાએ ખુરશી પર બેસવા માટે હાલના લઘુમતી કલ્યાણ મંત્રી દાનિશ આઝાદ અન્સારી સાથે તોછડી હરક્ત કરી દીધી. તેમને બીજી ખુરશી પર બેસવા કહેતા જોવા મળ્યા. મોહસિન રઝા આ દરમિયાન દાનિશ આઝાદ અન્સારીને હટાવાતા નજરે પણ પડ્યા હતા. જો કે, બંનેએ માન્યું કે કન્ફ્યૂઝન થઇ ગયું હતું અને કેમારા પર બોલવાની ના પાડી દીધી. પરંતુ આ ઘટના દરમિયાન દાનિશ અન્સારીના ચહેરા પર અજીબો-ગરીબ ભાવ સ્પષ્ટ જોઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ મંત્રી મોહસિન રઝા મંત્રીને હટાવીને દાનિશ આઝાદ અન્સારીને લઘુમતી કલ્યાણ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. દાનિશ અન્સારી પસમંદાના મુસ્લિમ સમજમાંથી આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને બધા કદાવર મંત્રી પસમંદા મુસ્લિમોને સાધવામાં લાગ્યા છે. એવામાં આ સમય દાનિશ અન્સારીનું કદ વધેલું છે.

પૂર્વ મંત્રી મોહસિન રાઝા મુજબ, આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી બ્રૃજેશ પાઠક સાથે વાત કરી રહ્યા હતા. તેમની સાથે વાત કરવાના કારણે અમે તેમની પાસે બેસી ગયા હતા. એ સિવાય બીજો ત્યાં કોઇ એવો પ્રોટોકોલ નહોતો. ઉતાવળમાં એ થયું, દાનિશ પણ આ વાતથી સહમત હતા, તો તેઓ બાજુવાળી સીટ પર બેસી ગયા. લઘુમતી રાજ્ય કલ્યાણ મંત્રી દાનિશ આઝાદે કહ્યું કે, અમારે ત્યાં બેસવાનું હતું, પરંતુ કદાચ કોઇ કન્ફ્યૂઝન થયું. પ્રોટોકોલ હોય છે, એ જ સમજીને બેસી રહ્યો હતો. પરંતુ મોહસિન રઝાએ કહ્યું કે, તમે પેલી બાજુ બેસી જાઓ, મારે અહીં બેસવું છે. તો હું બેસી ગયો.

મોહસિન રઝાનો આ વીડિયો સામે આવતા જ રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે લઘુમતી મંત્રીનું પદ હાથમાંથી ગયા બાદ મોહસિન રઝા, દાનિશ આઝાદથી નારાજ છે. જે મંચ પર દેખાઇ ગયું. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે દાનિશને ધક્કો આપીને મોહસિન પોતે નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક નજીક બેસી ગયા. મોહસિન રઝાની આ તોછડી હરક્ત છે કે તેમના દિલમાં મંત્રી પદ જવાનો ગુસ્સો છે? એ તો તેઓ જ કહી શકે.