પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં કરાશે: ગુજરાત પોલીસના ૨૫૬ જવાનો ૫૧૨ મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરશે.

  • ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.

જૂનાગઢ, ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત રાજ્યકક્ષાની ઉજવણી માટે જૂનાગઢ યજમાન બન્યું છે. આગામી ૨૬મી જાન્યુઆરીના દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને આ સમગ્ર કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાલ તંત્ર દ્વારા તંતોડ મહેનત કરવામાં આવી રહી છે અને કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે પ્રકારે પ્રયત્નો સાચો ધરાઈ રહ્યા છે. ત્યારે આવો જાણીએ કઈ પ્રકારની તૈયારી રહેશે અને કેવા કાર્યક્રમો યોજવામાં આવશે.

પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે, ત્યારે ગુજરાત પોલીસના ૨૫૬ જવાનો ૫૧૨ મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરશે. આ સાથે અશ્વ શો, ડોગ શો, મલખમ, બાઈક સ્ટંટ શો સહિતના કાર્યક્રમમાં પણ યોજવામાં આવશે. આ મશાલ પીટી કાર્યક્રમમાં પોલીસ જવાનો બંને હાથમાં મશાલ પકડીને ‘ગુજરાત પોલીસ’, ’ વેલકમ ‘, ‘જય શ્રી રામ’ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવશે, જે રાત્રિના સમયે નિહાળવા દર્શનીય બની રહેશે.

આ ઉપરાંત લાઈટિંગ આધારિત અશ્વ શો, ડોગ શો, બાઈક સ્ટંટ શો યોજવામાં આવશે. પોલીસ પરિવારના બાળકો દ્વારા ખાસ મલખમ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જુડો કરાટેનું પણ નિદર્શન કરવામાં આવશે. આ સાથે બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડ ડિસ્પ્લે કરવામાં આવશે.

એક શ્વાન કેવી રીતે માનવ જિંદગી બચાવે છે, આંતકવાદીઓને કેવી રીતે ઘુંટણીએ લાવી દે છે અને કેવી રીતે જમીનદોસ્ત કરી દે છે. ઉપરાંત શ્વાનના દાંતની પકડ એટલી મજબૂત હોય છે. આતંકવાદી તેનો પીછો છોડાવી શક્તો નથી. ઉપરાંત શ્વાન ના ઝડપથી સળગતી આડસો અને રિંગમાંથી પસાર થતાં હેરતઅંગેજ અને અચંબિત કરી દેતા કરતબો તા.૨૬ જાન્યુઆરીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિનના ધ્વજવંદનના કાર્યક્રમમાં જોવા મળશે.

અસોલ્ટ ડોગ બસ ઈન્ટરવેન્સનમાં એક આતંકવાદી બસમાં છુપાયેલો હશે, તેને શ્વાન કેવી રીતે જમીન દોસ્ત કરીને સરેન્ડર કરવા મજબૂર કરે છે, તેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે. ફાયર જંપમાં અવરોધોને પાર કરીને શ્વાન સળગતી રિંગમાંથી પસાર થશે. ઓબીડીયન્સ ડેમોમાં ડોગ હેન્ડલર જે મુજબ આદેશ આપે તે મુજબ શ્વાન આદેશોનું પાલન કરતો જોવા મળશે. જેમ કે, સીટ એટલે બેસી જવું, રોલ એટલે પલટી ખાવી. તેવી જ રીતે અપ, ડાઉન, રેસ્ટ જેવા ડોગને કમાન્ડ આપવામાં આવશે અને શ્વાન તેનું અનુસરણ કરતા જોવા મળશે.

૨૬ જાન્યુઆરીએ યોજાનાર પરેડમાં ૫ મહિલા પ્લાટુન જોવા મળશે, જેમાં ગુજરાત પોલીસ, વન વિભાગ, એન.એસ.એસ. અંતર્ગતની વિદ્યાર્થીનીઓ શિસ્તબદ્ધ પરેડનો હિસ્સો બનશે. આમ,ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ‘નારી શક્તિ’નો પણ પરચમ જોવા મળશે.

આ પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીમાં અશ્ર્વદળ, શ્વાન દળ સહિત કુલ ૨૫ પ્લાટુન પરેડમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં પાંચ મહિલા પ્લાન્ટુન હશે. આ મહિલા પ્લાટુનમાં જૂનાગઢ જિલ્લા પોલીસ, રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ, ગુજરાત વન વિભાગ અને એનએસએસની વિદ્યાર્થીઓની સમાવેશ થાય છે. ઉપરાંત ૨૦ જેટલી મહિલાઓ બેન્ડમાં ભાગ લઈ રહી છે અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની ૧૫ જેટલી વિદ્યાર્થીનીઓ ભાગ લઈ રહી છે.