ગોધરા,ગોધરા ખાતે રક્ષા બંધન નાં પાવન પર્વ નિમિતે સકારાત્મક પરિવર્તન વર્ષના ઉપલક્ષ્યમાં દિવ્ય રક્ષાબંધન સ્નેહ મિલન સમારંભ મહાનુભવો ની ઉપસ્થિતિમાં યોજાયું.
લાયન્સ ક્લબ ગોધરા અને પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્ર્વરીય વિદ્યાલય દ્વારા આ પાવન પર્વનું નિમંત્રણ પાઠવામાં આવેલ. આદરણીય બ્રહ્માકુમારી સુરેખાબેંન દ્વારા આધ્યાત્મિક ધ્યાન અને રાજ યોગ મેડિટેશન દ્વારા સકારાત્મક ચિંતન થી વ્યક્તિ સુખ શાંતિમય, સુરક્ષિત અને સ્વસ્થ જીવન શૈલી નકારાત્મકતાઓ દૂર કરે છે. તેનું મહત્વ અને પ્રત્યક્ષ અનુભતી કરવામાં આવેલ.
આ કાર્યકમ નાં મુખ્ય મહેમાન ગોધરા નગર પાલિકાના પ્રમુખ શ્રી સંજયભાઈ સોની, લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ ડો ભાવેશ બુધવાની, લાયન્સ ક્લબ નાં મેમ્બરો,અતિથી વિશેષ ઇમરાનભાઈ ભ્રાતાએ સ્નેહમિલનમાં ઉપસ્થીત રહી બ્રહ્મા કુમારી બહેનો સાથે રાખડી બંધાવી પાવન પર્વની ઉજવણી કરેલ. મકાઈ સંશોધનના સાયન્ટિસ શ્રી કનુભાઈ પટેલ દ્વારા બ્રહ્મ કુમારી વિશ્ર્વ વિદ્યાલયના સ્થાપના થી લઈને તેઓની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સહિત આધ્યાત્મિક અને રાજયોગ દ્વારા પોતાના વ્યક્તિગત અનુભવો આમંત્રિત મહેમાનો સમક્ષ મૂકવામાં આવેલ. ગોધરા નગર પાલિકાના પ્રમુખ શ્રી સંજયભાઈ સોની દ્વારા આ પ્રસંગે તેઓને આમંત્રિત કરવા બદલ સંસ્થાનો આભાર માની તમામ સેવાકીય પ્રવૃતિઓમાં સહકાર આપવા જણાવેલ. લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ ડો. ભાવેશ બુધવાની દ્વારા તમામ પ્રજાજનો ભ્રાતાઓ, બહેનોને પાવન રક્ષાબંધન વિજયપર્વ ની શુભકામનાઓ પાઠવી હતી.