વોશિગ્ટન,ખાલિસ્તાની સમર્થકોએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ત્રિરંગો ઉતારીને ખાલિસ્તાની ઝંડો લગાવવાની ધમકી આપી છે. આ ધમકી એક ઓડિયો સંદેશ દ્વારા આપવામાં આવી છે, જેમાં ખાલિસ્તાની સમર્થકોએ કહ્યું હતું કે તેઓ પ્રગતિ મેદાન પર કબજો કરશે અને ભારતીય ધ્વજ નીચે ખેંચી લેશે.
આ ઓડિયો મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિશે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહનો પણ ઉલ્લેખ કર્યો છે. ફરિયાદના આધારે દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે.તે જ સમયે, ખાલિસ્તાનીઓએ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું. ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુને ધમકી આપી અને ભારતને ટેરર ??ડિપ્લોમસીનો ચહેરો ગણાવ્યો. શનિવારે વોશિંગ્ટન ડીસી એમ્બેસીની બહાર પ્રદર્શનકારીઓ દ્વારા એક ભારતીય સંવાદદાતા સાથે મારપીટ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર પેસેન્જરે જણાવ્યું કે તે એક વકીલ છે. તે મુંબઈથી દિલ્હી આવ્યો હતો. જ્યારે તે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હતો ત્યારે તેને પ્રી-રેકોર્ડેડ મેસેજ મળ્યો હતો. તેણે તરત જ આ અંગે પોલીસને જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે આ કોલમાં એક વ્યક્તિ પ્રગતિ મેદાન પર કબજો કરવાની અને ત્યાં લગાવેલા તિરંગાને હટાવવાની વાત કરી રહ્યો હતો. બીજી વ્યક્તિએ વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ વિશે વાત કરી.
જ્યારે પોલીસે પેસેન્જરનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તે એરપોર્ટ પરથી ફ્લાઈટમાં બેસીને બીજા રાજ્ય જવા રવાના થયો હતો. તેણે કહ્યું કે તેને સવારે ૨ વાગ્યે ફોન આવ્યો જ્યારે તે તેની ફ્લાઈટની રાહ જોઈ રહ્યો હતો. પોલીસે પેસેન્જરને પૂછપરછ અને તેનું લેખિત નિવેદન નોંધવા માટે બોલાવ્યો, પરંતુ પેસેન્જરે કહ્યું કે તે આવતા મહિને જ પૂછપરછમાં હાજર આપી શકશે. ત્યાર બાદ જ તે પોતાનું લેખિત નિવેદન નોંધશે. પોલીસે આઇજીઆઇ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ ૧૫૩, ૧૫૩એ અને ૫૦૫ હેઠળ કેસ નોંધ્યો છે.
ખાલિસ્તાનીઓએ વોશિંગ્ટન ડીસીમાં દૂતાવાસની સામે લાઉડ સ્પીકર પર કહ્યું આ સંદેશ ભારત સરકાર અને તેમના રાજદૂત તરનજીત સિંહ સંધુ માટે છે, જેઓ મુક્ત વિશ્ર્વમાં આતંકવાદી કૂટનીતિનો ચહેરો છે. અમે તેમને યાદ અપાવવા માંગીએ છીએ કે તમે લઘુમતીઓની હત્યા કરો, ખ્રિસ્તી મહિલાઓ પર બળાત્કાર કરો અને નિર્દોષ શીખો, મુસ્લિમો, નાગાલેન્ડના લોકોને મારી નાખો અને પછી અહીં આવીને કહો કે તમે વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી છો તે બિલકુલ સ્વીકાર્ય નથી. આ દંભનો અંત લાવવાનો સમય આવી ગયો છે.