પ્રદૂષણના રેડ ઝોનમાં દિલ્હી, હવા થઈ ઝેરી: શાળાઓ બંધ કરવાના આદેશ અપાયા

  • હવામાન પરિસ્થિતિઓ અને હરિયાણા-પંજાબમાંથી આવતા સ્ટબલ સ્મોકને કારણે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

નવીદિલ્હી, દિલ્હી એનસીઆરમાં શરૂઆત ધુધળા ભર્યા વાતાવરણથી થઈ હતી. હવામાન એવો ખતરનાક હતો કે, લોકોની આંખોમાં અને છાતીમાં જલન થવા લાગી હતી. આ તમામ બાબતે જોઈને વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયો હતો. કમીશન ફોર એયર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટએ ગ્રેડેડ રિસ્પંસ એક્શન પ્લાનની ત્રીજો સ્ટેજ લાગુ તકરવાના નિર્દેશ કરી દીધો હતો. આ સિવાય સીએકયુએમએ દિલ્હી સરકાર અને એન સીઆરના અન્ય શહેરમાં વહીવટી તંત્રને સલાહ આપવામાં આવી છે કે, થોડા દિવસો માટે સ્કૂલ બંધ કરવામાં આવે અને ઓનલાઈન વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે.

આ બાદ દિલ્હી સરકારને ગંભીરતા દેખીને આદેશ બહાર પાડ્યો કે, રાજ્યમાં આવતા બે દિવસ સુધી ધોરણ પાંચ સુધીના બાળકો સ્કૂલ નહી જાય, તેમજ આ આદેશ તમામ સરકારી અને પ્રાથમિક સ્કૂલોને માનવું પડશે. કેજરીવાલ સરકારે વધતા પ્રદૂષણ મામલે મહત્વનો નિર્ણય લીધો છે.

દિલ્હીના ૧૬ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૦૦ને પાર કરી ગયો હતો. મુંડકામાં સૌથી વધુ એકયુઆઇ ૪૫૩ નોંધાયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી બે દિવસ સુધી દિલ્હી-એનસીઆરને પ્રદૂષણના નબળા સ્તરથી રાહત મળવાની અપેક્ષા નથી. હવામાન પરિસ્થિતિઓ અને હરિયાણા-પંજાબમાંથી આવતા સ્ટબલ સ્મોકને કારણે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં શ્વાસના દર્દીઓએ ખાસ કરીને સાવચેત રહેવું પડશે.

શિયાળા પહેલા પ્રદૂષણે દિલ્હી એનસીઆર વિસ્તારમાં લોકોની હાલત ખરાબ કરી દીધી છે. આ વિસ્તારની હવા દિવસેને દિવસે ઝેરી બની રહી છે. શુક્રવારે પણ પ્રદૂષણના કારણે દિલ્હી અને નોઈડાના ઘણા વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળ્યું હતું. જો એકંદર સ્થિતિની વાત કરીએ તો નોઈડામાં પ્રદૂષણની સ્થિતિએ દિલ્હીને પણ માત આપી દીધી છે. નોઈડા પ્રશાસને પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.શુક્રવારે પણ દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહી છે. રાજધાનીનો એકયુઆઇ આજે ૩૪૬ નોંધાયો છે. જો કે, લોધી રોડ વિસ્તારમાં એકયુઆઇ ૪૩૮, જહાંગીરપુરીમાં ૪૯૧, ઇદ્ભપુરમ વિસ્તારમાં ૪૮૬ અને આઇજીઆઇ એરપોર્ટ ની આસપાસ ૪૭૩ છે. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે વહીવટીતંત્ર ઘણી જગ્યાએ પાણીનો છંટકાવ કરી રહ્યું છે. નોઈડામાં હવાની ગુણવત્તા ૪૧૩ ’ગંભીર’ શ્રેણી પર પહોંચી ગઈ છે. શહેરના ડીસીપી ટ્રાફિક અનિલ યાદવે કહ્યું છે કે વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને નોઈડા પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે શહેરમાં ૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પોલ્યુશન સર્ટિફિકેટ અને ફિટનેસ સર્ટિફિકેટ વગરના વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ૧૭૫ જેટલા વાહનો જપ્ત કર્યા છે અને ૭૦૦૦ વાહનોને દંડ ફટકાર્યો છે.

નિષ્ણાતોનું માનવું છે કે વધતા પ્રદૂષણથી આંખોમાં ડ્રાઈનેસની સમસ્યા વધી શકે છે. પ્રદૂષણની સાથે ઝેરી તત્વો, સીસું, કાર્બન મોનોક્સાઇડ અને પરાળીના ધુમાડાથી આંખોની સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં આંખોમાં પાણી આવવું, આંખો લાલ થવી, એલર્જી વધવી જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. જે સમયે આંખોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેના કારણે આંખોની રોશની પણ જઈ શકે છે.

પ્રદૂષણના ખતરનાક સ્તરને લઈ ગુરૂગ્રામના ડીએમએ કચરા બાળવા પર કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.હવે અહીં શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તે જ સમયે, વૈજ્ઞાનિકોએ આગામી બે અઠવાડિયા દરમિયાન દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થવાની ચેતવણી આપી છે.

સફદરજંગ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા, જુગલ કિશોરે જણાવ્યું હતું કે, એ સલાહ આપવામાં આવે છે કે ક્રોનિક બ્રોક્ધાઇટિસ અને અસ્થમા જેવી શ્વાસોશ્વાસ ની સમસ્યાઓથી પીડિત લોકો નિયમિતપણે તેમની દવાઓ લે અને જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી ખુલ્લામાં ન જાઓ. લોકો તેમના ઘરમાં એર પ્યુરિફાયરનો ઉપયોગ કરે. હાલના સમયમાં પ્રદૂષકોના સંચય પાછળનું એક મુખ્ય કારણ ચોમાસા પછી વરસાદની ગેરહાજરી છે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે બુધવારે કહ્યું હતું કે સરકાર એવા વિસ્તારોમાં બાંધકામના કામ પર પ્રતિબંધ લાદશે જ્યાં સતત પાંચ દિવસ સુધી એકયુઆઇ ૪૦૦ પોઈન્ટથી વધુ નોંધાયો હતો. સરકારે વાહનોના પ્રદૂષણને કાબૂમાં લેવા માટે ’રેડ લાઇટ ઓન ગાડી બંધ’ ઝુંબેશ શરૂ કરી છે અને જાહેર પરિવહનને મજબૂત કરવા અને વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે ૧,૦૦૦ ખાનગી સીએનજી બસો ભાડે કરવાની યોજના બનાવી છે.