” પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ” અનુસાર લોકડાઉનમાં ઓપજ ધરોને મુકીને વિના મુલ્યે અનાજનો જથ્થો ધઉં અને ચોખાનું વિતરણ કરતું હતું તે મુજબ વિતરણ માટેની માંગ

દે.બારીયા,

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 (એન.એફ.એસ.એ.) હેઠળ સમાવિષ્ટ ગુજરાત રાજ્યના 71 લાખની વધુ રેશનકાર્ડ ધારકો કુટુંબની 348 જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને ચાલુ વર્ષના ડિસેમ્બર 2023 સુધી લંબાવાય છે. તે ગરીબ કુટુંબો બિરદાવે છે. પરંતુ આમ ગરીબો સુધી પહોંચે છે કે નહિ તેની સરકારમાં બેઠેલા તંત્રી, મંત્રી, સંત્રીઓને ખબર નથી. સરકારનુંં આહવાન છે કે સરકારી યજનાઓનો લાભ છેવાડાના ગરીબ થી ગરીબ વ્યકિતના સુધી પહોંચે તેવી ગુલબાંગ ફરાય છે. અહિં તો વિના મુલ્યવાળો જે ગરીબોનો કોળીયો છે. તે વચેટીયા ખાઈ જાય છે અને ડકારપણ ખાતા નથી. ગરીબ અન્ન કલ્યાણ યોજના લાભાર્થીઓ સુધી પહોંચે છે કે નહીં તે માટે કોણ તકેદારી રાખે છે. જે મુજબ લોકડાઉન કાળના સમયે અનાજના કેન્દ્રો ઉપર ઓપજર્વર એ પણ તટસ્ટ અને નૈતિકતાવાળા વ્યકિતઓનો વિના મુલ્યે અનાજમાં ધઉં અને ચોખાનું જે મુજબ વિતરણ કરવામાં આવતું હતું. તેવી પદ્ધતિ અપનાવી જ પડશે નહિ તો આ વચેટીયા વિના મુલ્યેનું ગરીબોનું અનાજ ચાઉં કરી જશે તેમા બે મત નથી.

હાલમાં દરેક જાહેર વિતરણ વ્યવસ્થાના પંડિત દિનદયાલના કેન્દ્રો ઉપર એકલા ચોખા જ પાંચ કિલો દરેકને અપાઈ રહ્યા છે. ધઉંનો બમણો ભાવ મળી જતાં તે તો ગોડાઉન ઉપરથી બારોબાર સગેવગે થઈ જતા હોય છે. તેમાં જીલ્લાનું વહિવટી તંત્રનો ભાગ બટાઉ થઈ રહ્યો છે. તેવું ગરીબ લાભાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે. રજુઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલા ભરાતા નથી. તેવું લાભાર્થીઓ કહે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વન નેશન વન રેશનકાર્ડ યોજના જેને બહાર પાડવામાં આવી છે. તે પણ નિષ્ફળ નિવડી છે. જે દુકાનના કાર્ડધારકો છે તેઓને વિના મુલ્યનું અનાજ મેળવવાના ફાંફા પડી રહ્ય છે. તો બીજા જીલ્લા અથવા દેશના કોઈપણ રાજ્યના કાર્ડધારકોની વન નેશન વન રેશન યોજના તો દુરકી કોડી સમાન છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અમલવારી કયાંય પણ સફળ થતી જણાતી નથી. આ અન્ન યોજનાને જો સફળ બનાવવી હોય જીલ્લાનું તંત્ર કટીબદ્ધ થઈ વિતરણની દુકાનો ઉપર લોકડાઉનના સમયે ઓપજર્વર મુકીને વિતરણની વ્યવસ્થા થઈ હતી. તે મુજબ જ ઓપજર્વરની ટીમો મુકીને વિના મુલ્યે અનાજના વિતરણની વ્યવસ્થાને કરવામાં આવે તેવી ગરીબ કુટુંબ કાર્ડધારકોની માંગ ઉઠવા પામી છે.