પ્રાદેશિક કમિશનર નગર પાલિકાઓની વડોદરા ખાતેની પ્રાદેશિક કચેરીમાં નિયંત્રણ કક્ષ ચાલુ કરવામાં આવ્યો

  • મધ્ય ગુજરાતની 26 નગર પાલિકા વિસ્તારની દુકાનો અને સંસ્થાઓના કર્મીઓને મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે

મહિસાગર,

નગર પાલિકા વિસ્તારની દુકાનો અને સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને તા.5 મી ડિસેમ્બરના રોજ મતદાન કરવા માટે સવેતન રજા આપવાની જોગવાઇના પાલનનું મોનીટરીંગ કરવા વડોદરા ખાતેની નગર પાલિકાઓના કમિશનરની પ્રાદેશિક કચેરીમાં નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગે જાણકારી આપતાં વડોદરા કચેરીના અધિક કલેકટર ગોપાલ બામણીયા એ જણાવ્યું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઇઓના સચોટ પાલન માટે મતદાનના દિવસે દુકાનો અને સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને સવેતન રજા આપવી જરૂરી છે.એટલે અત્રેની કચેરી હેઠળ આવતી મધ્ય ગુજરાતની 26 નગર પાલિકા વિસ્તારની દુકાનો અને સંસ્થાઓને મતદાન માટે સવેતન રજા આપવાની જોગવાઈઓનું ચુસ્ત રીતે પાલન કરવા સૂચના આપવામાં આવે છે.તેનું ઉલ્લંઘન નિયમાનુસારની કાર્યવાહીને પાત્ર છે.

વધુમાં,આ બાબતમાં કોઈ ફરિયાદ કે રજૂઆત હોય તો ઉપરોક્ત નિયંત્રણ કક્ષનો ફોન નં.0265 – 2493313 પર સંપર્ક કરવા તેમણે અનુરોધ કર્યો છે.