
મૈનપુરી,
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મૈનપુરીમાં મીડિયા સાથે વાતચીતમાં પ્રદેશની બ્યુરોક્રેસીને કઠેડામાં ઉભા કરી હતી.તેમણે કહ્યું કે પ્રદેશના અધિકારી ભાજપ નેતા અને કાર્યકર્તાઓની જેમ કાર્ય કરી રહ્યાં છે.તેનાથી જનતાને ન્યાયની આશા નથી અધિકારી ભાજપના નેતા બની કાર્ય કરશે તો ન્યાય કોણ આપશે કોઇને ન્યાયની આશા નથી
અખિલેશ યાદવે ભાજપ પર હુમલો કરતા કહ્યું કે એવી સ્થિતિ ઉભા કરવામાં આવી છે કે કોઇને ન્યાય મળી શકે તેમ નથી આ સરકારથી ન્યાયની આશા ન કરે અધિકારી અને ખુરશી પર બેઠેલા અનેક લોકો ભાજપના કાર્યકર્તા અને પદાધિકારી બની નિર્ણય લઇ રહ્યાં છે.અધિકારી ભાજપના નેતા બની કાર્ય કરે છે.
સપા રાષ્ટ્રીય અધ્યક્ષે કાનપુરમાં વ્યાપારીના કસ્ટોડિયલ ડેથ પર પણ સવાલ ઉઠાવ્યા યાદવે કહ્યું કે પોલીસ અને ભાજપના લોકોનું દબાણ રહ્યું હતું ત્યારે તો પોલીસ સ્ટેશનમાં મારપીટ થઇ બાદમાં તેનો જીવ ગયો તેમણે કહ્યું કે આ રીતની ઘટના કન્નોજમાં થઇ છે.કન્નોજની ઘટનાની દોષી ત્યાંની મહિલા ધારાસભ્ય અને જિલાધિકારી છે આ સરકારમાં મોંધવારી બેરોજગારી ચરમ સીમા પર છે ન્યાયની આશા સરકારથી કરી શકાય તેમ નથી
મૈનપુરીની બેઠક જીતાડવા પર તેમણે જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું કે ભાજપના મોટા મોટા નેતા આવ્યા હતાં પરંતુ જનતાએ સપાની મદદ કરી તેમણે કહ્યું કે ભાજપ વાત કરવામાં આગળ છે પરંતુ હકીકતમાં તેનું કામ જમીન પર શૂન્ય છે ભાજપને આંકલન કરવું જોઇએ કે દિલ્હી અને લખનૌની સરકારે જે પણ વચન આપ્યા છે શું તેને પુરા કર્યા છે.