સુપરસ્ટાર પ્રભાસ સ્ટારર ’કલ્કી ૨૮૯૮ એડી’એ સિનેમાઘરોમાં જે ધમાકો કર્યો છે તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ગુરુવારે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા જ દિવસથી થિયેટરોમાં ભારે ભીડને આકષત કરી હતી. દર્શકોએ ’કલ્કી ૨૮૯૮ એડી’ને ઘણો પ્રેમ આપ્યો છે, જે ભારતીય પૌરાણિક કથા સાથે જોડાયેલી સાઇન્સ ફિક્શન છે, જેની સફળતા ફિલ્મની કમાણી પર દેખાઈ રહી છે. પ્રભાસની આ ફિલ્મે માત્ર ૪ દિવસમાં ૫૫૫ કરોડ રૂપિયાનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન કર્યું હતું.
ભારતમાં ફિલ્મનું નેટ કલેક્શન માત્ર ૪ દિવસમાં ૩૦૯ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જેમાંથી માત્ર હિન્દી વર્ઝને ૧૧૧.૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. પરંતુ માત્ર ભારતમાં જ નહીં, ’કલ્કી ૨૮૯૮ એડી’ એ વિદેશી બજારોમાં પણ કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે.
પ્રભાસે ’કલ્કિ ૨૮૯૮ એડી’ માં શાનદાર કામ કર્યું છે. આ ફિલ્મે પહેલા ૩ દિવસમાં જ ૨૦૨૪માં સૌથી વધુ વિદેશી કલેક્શન ધરાવતી ભારતીય ફિલ્મ ’ફાઇટર’ને પાછળ છોડી દીધી હતી. હવે વીકેન્ડની કમાણી સાથે ’કલ્કી ૨૮૯૮ એડી’એ ઓવરસીઝ માર્કેટ કિંગ શાહરૂખ ખાનની ફિલ્મોને માત આપી દીધી છે. હૃતિક રોશનની ’ફાઇટર’, જે ૨૦૨૪ની શરૂઆતમાં રિલીઝ થઈ હતી, તેનું કુલ વિદેશી કલેક્શન ઇં૧૨ મિલિયન (રૂ. ૧૦૦ કરોડથી વધુ) હતું. પ્રથમ ૩ દિવસમાં ૧૩ મિલિયન ડોલર (૧૦૮ કરોડથી વધુ)ની કમાણી સાથે ’કલ્કી ૨૮૯૮ એડી’ દ્વારા આને પાર કરવામાં આવ્યું હતું.
પ્રભાસનું સ્ટારડમ અને ’કલ્કી ૨૮૯૮ એડી’ના દિગ્દર્શક નાગ અશ્ર્વિનની અદ્ભુત સ્ટોરી ટેલીંગ માત્ર ’ફાઇટર’થી જ અટકી ન હતી. વીકએન્ડ કલેક્શનની વાત કરીએ તો પ્રભાસની ફિલ્મે શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. અને આટલું જ નહીં, ’કલ્કી ૨૮૯૮ એડી’એ પોતે જ પ્રભાસની ગ્રાન્ડ હિટ ’બાહુબલી ૨’નો રેકોર્ડ તોડી નાખ્યો છે.
’કલ્કિ ૨૮૯૮ એડી’ એ તેના વિકેન્ડ કલેક્શનથી નવા વિદેશી રેકોર્ડ બનાવ્યા છે. પ્રભાસની તાજેતરની ફિલ્મે તેની રિલીઝ પછી ઇં૧૭.૭૭ મિલિયન (રૂ. ૧૪૭.૭ કરોડ) કલેક્શન કર્યું છે, જેમાંથી યુએસએ અને કેનેડામાં ફિલ્મનું વીકએન્ડ કલેક્શન ઇં૧૧.૨ મિલિયન છે. એટલે કે અંદાજે રૂ. ૯૨.૬૩ કરોડ. ’કલ્કી ૨૮૯૮ એડી’ એ ભારતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સ્ટાર ગણાતા શાહરૂખ ખાન અને ગયા વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મો ’પઠાણ’ અને ’જવાન’ને પાછળ છોડી દીધી છે.
હવે યુએસએ/કેનેડામાં ભારતીય ફિલ્મોના ટોચના ૫ વીકેન્ડ કલેક્શનની યાદી નીચે મુજબ છે:
૧. કલ્કી ૨૮૯૮ એડી- ૧૧.૨ મિલિયન (રૂ. ૯૨.૬૩ કરોડ)
૨. બાહુબલી ૨-૧૦.૪૩ મિલિયન (રૂ. ૮૭ કરોડ)
૩. આરઆરઆર-૯.૫ મિલિયન (રૂ. ૭૯.૨૮ કરોડ)
૪. પઠાણ- ૯.૪૯ મિલિયન (રૂ. ૭૯.૧૯ કરોડ)
૫. જવાન- ૭.૪૯ મિલિયન (રૂ. ૬૨.૫૦ કરોડ)
’કલ્કી ૨૮૯૮ એડી’ જે રીતે કમાણી કરી રહી છે, તે ટૂંક સમયમાં ભારતની આગામી રૂ. ૧૦૦૦ કરોડની કમાણી કરનારી ફિલ્મ બની જશે. વિદેશી બજારમાં પણ પ્રભાસની ફિલ્મ એક નવો ઓલ ટાઈમ રેકોર્ડ બનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે, જેનું વાસ્તવિક બજેટ આગામી બે અઠવાડિયામાં જાણી શકાશે.