મુંબઇ,
પ્રભાસની ફિલ્મ બાહુબલી બે ભાગમાં રિલીઝ થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક બિઝનેસ કર્યો હતો. હવે તે ટૂંક સમયમાં નાગ અશ્ર્વિનની ફિલ્મ પ્રોજેક્ટ કેમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ સિવાય દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૪માં રિલીઝ થવા જઈ રહી છે. પ્રોજેક્ટ કેના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ભૂમિકા મહાભારતના અશ્ર્વત્થામાથી પ્રેરિત છે. તે જ સમયે, પ્રભાસ સુપરહીરોના રોલમાં જોવા મળશે. ફિલ્મ પ્રોજેક્ટ દ્ભમાં ભવિષ્યની દુનિયા બતાવવામાં આવી છે. અગાઉ ન જોયા હોય તેવા વિઝ્યુઅલ્સ બતાવવામાં આવશે. ફિલ્મ કે ત્રીજા વિશ્ર્વ યુદ્ધની સંભાવના પર આધારિત છે. હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મ પ્રોજેક્ટ કે એપ્રિલ ૨૦૨૪ માં રિલીઝ કરવાની યોજના ચાલી રહી છે, અને દિગ્દર્શક નાગ અશ્ર્વિનની ટીમ ટૂંક સમયમાં રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે. દીપિકા પાદુકોણના પાત્ર વિશેની તમામ વિગતો બહાર પાડેલ નથી, પરંતુ નિર્માતાઓનું કહેવું છે કે તે ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ છે, જે મોટા પડદા પર પહેલી વાર કોઈ મહિલાએ આવો રોલ ભજવશે. પ્રોજેક્ટ દ્ભ પહેલા, પ્રભાસ આદિપુરુષ અને સાલારમાં જોવા મળશે, જે ૨૦૨૩માં રિલીઝ થવાની છે.
તમને જણાવી દઈએ કે, એક્ટર પ્રભાસ આ દિવસોમાં ફિલ્મ આદિપુરૂષને લઈને પણ ચર્ચામાં છે. પ્રભાસ આદિપુરૂષ સિવાય પણ ફિલ્મ ‘સાલાર’માં પણ જોવા મળશે. સાલાર ફિલ્મમાં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં નજરે આવશે. પ્રભાસની સાથે શ્રુતિ હસન પણ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. આ સિવાય પ્રભાસ ફિલ્મ ‘પ્રાજેક્ટ કે’ માં પણ જોવા મળશે.