મુંબઇ,
સિડ અને કિયારાના લગ્ન વાજતે ગાજતે થઇ ગયા હવે વધુ એક્ સેલિબ્રિટી કપલના એક થવાના અટકળો થવા લાગી છે. આ બીજુ કોઇ નહીં પણ બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ અને બોલોવૂડમાં ટોપના સ્થાને પહોંચી ગયેલી ખુબસુરત એક્ટ્રેસ કૃતિ સેનોન છે. સાઉથના ફેમ્સ એક્ટર અને બાહુબલી સ્ટાર પ્રભાસ અને બોલિવૂડની બ્યૂટીફુલ એક્ટ્રેસ કૃતિ સેનનના રિલેશનશિપના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા.
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં આવનારી ફિલ્મ આદિપુરુષમાં દેખાશે. પણ હવે બંનેની સગાઈના સમાચાર ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
પ્રભાસ અને કૃતિ સેનન વચ્ચે ફિલ્મ આદિપુરુષના શૂટીંગ દરમિયાન ગાઢ સંબંધ થયો. પણ આ પહેલી વાર નથી કે, જ્યારે પ્રભાસનું નામ આવી રીતે કોઈ અભિનેત્રી સાથે જોડાયું હોય. અગાઉ પણ એક્ટર રિલેશનશિપ અને લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં રહ્યો છે.
હવે એવા ન્યૂઝ મળી રહ્યા છે કે આ બંને ટૂંક સમયમાં સગાઈ કરવાના છે. બંને ટૂંક સમયમાં પોતાના રિલેશનને નવી ઊંચાઈ પર લઈ જવા માગે છે. આ સમાચારની શરુઆત એક ટ્વિટથી થઈ હતી. જેમાં બંને સ્ટારે સગાઈનો દાવો કર્યો છે. જેમાં કૃતિ પ્રભાસની આગામી અઠવાડીયે સગાઈની વાત સામે આવી છે. સગાઈ માલદીવમાં થશે. જો કે, પ્રભાસની ટીમ તરફથી આ વાતનું કોઈ ખંડન કર્યું નથી.
નોધનીય છે કે ફિલ્મ ભેડિયાના પ્રમોશનમાં વરુણ ધવને આ બંનેના રિલેશન અંગે સંકેત આપી દીધો હતો. તેણે ઝલકના સેટ પર બોલીવૂડની સિંગલ મહિલાઓ વિશે વાત કરી હતી.પણ તેમા કૃતિનો ઉલ્લેખ કર્યો નહોતો. ત્યાર બાદ કરણ જૌહરે કૃતિનું નામ આ લિસ્ટમાંથી હટાવવા પાછળનું કારણ પુછ્યું તો તેણે કહ્યું કે..કૃતિ મારી લિસ્ટમાં એટલા માટે ગાયબ છે, કારણ કે તેનું નામ અન્ય કોઈના દિલમાં છે. એક એવો વ્યક્તિ જે મુંબઈમાં નથી, તે હાલમાં શૂટીંગમાં દીપિકા પાદુકોણ સાથે છે. ત્યાર બાદ વરુણની આ વાત પરથી સૌએ અંદાજ લગાવ્યો કે તે પ્રભાસની જ વાત કરી રહ્યો છે.