મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા નોટીફીકેશન તા.12/09/2023 બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ જે આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત હોય તે આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમાં તમામ પ્રકારના કોમર્શિયલ / ટ્રાન્સપોર્ટ વાહનો (M,N કેટેગરી સાથે ઝ કેટેગરી અને ક્ધસ્ટ્રકશન ઇકિવપેમન્ટ) ના ફિટનેશ રીન્યુઅલની અરજી ફરજીયાતપણે તા.12/06/2024 થી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરવાની રહે છે.
હાલમાં કાર્યરત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની માહિતી NICના AFMS Portal પર ઉપલબ્ધ કરાઈ છે.જેની લિંક https://vahan.parivahan.gov.in/AFMS// છે. આથી પંચમહાલ જીલ્લાના તમામ વાહન માલિકોને નોંધ લેવા ઇ.ચા.પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગોધરા દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.