પોતાનાથી ચાર વર્ષ નાના એક્ટર સાથે ચાહત ખન્ના ત્રીજા લગ્ન કરશે

ટેલીવિઝન એક્ટ્રેસ ચાહત ખન્નાનું નામ છેલ્લા થોડા સમયથી એક્ટર રોહન ગંડોત્રા સાથે જોડાવામાં આવી રહ્યું છે. કબૂલ હૈ, કાલા ટીકા, નાગિન-૨, દિલ સે દિલ તક, સિલસિલા બદલતે રિશ્તો કા, જેના ટેલીવિઝન શોથી પોતાની ઓળખ બનાવનાર રોહન ગંડોત્રાની સાથે લગ્નની ખબરો પર એક્ટ્રેસ ચાહત ખન્નાએ ચુપ્પી તોડી છે. જણાવી દઈએ કે રોહન ગંડોત્રા ચાહત ખન્ના કરતા ઉંમરમાં ચાર વર્ષ નાના છે. પાછલા થોડા સમયથી મીડિયામાં ખતરો આવી રહી હતી કે ચાહત ખન્ના અને રોહન ગંડોત્રા ડેટિંગ કરી રહ્યા છે. જોકે બન્નેએ પોતાના રિલેશનને છુપાવીને રાખ્યું છે.

અને બન્ને લગ્ન કરી શકે છે. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે રોહનની બોન્ડિંગ ચાહતની બન્ને દિકરીઓની સાથે પણ ખૂબ જ સારી છે. લગ્ન અને અફેરની ખબરો પર ચાહત ખન્નાએ એક ઈન્ટરવ્યૂમાં હકીક્ત જણાવી.

૩૭ વર્ષની એક્ટ્રેસ ચાહત ખન્નાએ જણાવ્યું, મને પોતાને નથી ખબર કે આવી ખબરો ક્યાંથી આવી રહ છે. મારૂ નામ પહેલા મીકા સિંહ સાથે જોડવામાં આવ્યું. જ્યારે અમે ફક્ત સારા મિત્રો છીએ અને આજે પણ હોળી-દિવાળી પર અમારી વાત થાય છે. હવે મારૂ નામ રોહન ગંડોત્રા સાથે જોડવામાં આવી રહ્યું છે. રોહન મારા નજીક છે પરંતુ અમારા લગ્ન નથી થઈ રહ્યા.

ચાહત ખન્નાએ આગળ કહ્યું, અમે લગ્ન નથી કરી રહ્યા. હું મૂવ ઓન કરી ચુકી છું અને લગ્ન કરીને ફરીથી પાછળ નથી જવા માંગતી. એવું નથી કે હું લગ્ન નહીં કરી. હું લગ્ન કરીશ જો ભવિષ્યાં મને કોઈ સારો યુવક મળે અને મને લાગે કે હું તેની સાથે જીવન પસાર કરી શકુ છું તો હું જરૂર લગ્ન કરીશ. પરંતુ હાલ મેં લગ્ન વિશે વિચાર્યું નથી.

જણાવી દઈએ કે ચાહત ખન્નાના બે વખત લગ્ન થઈ ચુક્યા છે અને બન્ને લગ્ન ખરાબ નોટની સાથે તૂટી ચુક્યા છે. ચાહતે સૌથી પહેલા ૨૦૦૬માં ભરત નરસિંઘાની સાથે લગ્ન કર્યા હતા. તે સમયે ચાહતની ઉંમર ફક્ત ૨૦ વર્ષ હતી. પહેલા લગ્ન ૧ વર્ષની અંદર જ તૂટી ગયા અને ૨૦૦૭માં બન્નેના ડિવોર્સ થઈ ગયા. ત્યાર બાદ ૨૦૧૩માં ચાહત ખન્નાએ ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમની બે દિકરીઓ થઈ પરંતુ આ સંબંધ ૨૦૧૮માં ખૂબ જ ખરાબ રીતે તૂટ્યા. એક્ટ્રેસે ફરહાન મિર્જા પર શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવાના આરોપ લગાવ્યા હતા.