પોતાના ખરાબ દિવસોને યાદ કરીને ભાવુક થયો સની દેઓલ, બોબી પણ રડવા લાગ્યા

નવીદિલ્હી, કપિલ શર્માનો શો ’ધ ગ્રેડ ઈન્ડિયન કોમેડી’ ધીમે ધીમે જોર પકડી રહ્યો છે. જ્યારે છેલ્લા એપિસોડમાં, આમિર ખાને આખી ટીમ સાથે ખૂબ જ મસ્તી કરી હતી, તેવી જ રીતે આગામી એપિસોડમાં દેઓલ ભાઈઓ એટલે કે સની અને બોબી ખૂબ જ મસ્તી કરવા જઈ રહ્યા છે. નેટલિક્સે આ આગામી એપિસોડની ઝલક શેર કરી છે. આ ઝલકને માત્ર ટ્રેલર તરીકે જ યાનમાં લો કારણ કે તમને ૪ મેના રોજ જબરદસ્ત કોમેડીથી ભરેલી આખી ફિલ્મ જોવા મળશે. આ એપિસોડમાં મનોરંજનની ચોક્કસ ગેરંટી છે. સની અને બોબી દેઓલે ન માત્ર ખુલીને વાત કરી પરંતુ ઘણા જોક્સ પણ કર્યા. આ સિવાય તેણે પિતા ધર્મેન્દ્ર સાથેની તેની કેમેસ્ટ્રી વિશે પણ વાત કરી હતી.

કપિલ સાથે વાત કરતી વખતે, સની દેઓલે એ સમયગાળો પણ યાદ કર્યો જ્યારે તેનું કામ બરાબર ચાલી રહ્યું ન હતું અને બધા સંઘર્ષ કરી રહ્યા હતા. સનીની વાત પરથી એવું લાગી રહ્યું હતું કે તે પોતાની સફળતાનો શ્રેય તેની વહુને આપી રહ્યો છે. સનીએ કહ્યું, મારા પુત્ર કરણના લગ્નના થોડા સમય પહેલા, પાપાની ફિલ્મ ’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ આવી, ત્યાર બાદ ગદર આવી અને પછી એનિમલ… ફત્તે હી ચક દિયે. મને આશ્ર્ચર્ય થયું કે આ ભગવાન ક્યાંથી આવ્યા? જ્યારે સનીએ આ કહ્યું ત્યારે બોબી દેઓલની આંખોમાંથી આંસુ વહી ગયા. સોશિયલ મીડિયા યુઝર્સે પણ બોબીનું આ રીતે ઈમોશનલ થવું ગમ્યું. ઇન્સ્ટા આર્મીએ બોબી દેઓલને એક સાચો માણસ ગણાવ્યો જે તરત જ પોતાની લાગણી વ્યક્ત કરે છે.

બોબીએ કટાક્ષ કર્યો કે અમે દેઓલ્સ ખૂબ રોમેન્ટિક છીએ. આપણું દિલ ભરાયું નથી. આના પર કપિલ કહે છે કે હા, અમે તે જોયું. કપિલના આ જોક પર ફરી તાળીઓ પડી અને સની અને બોબી પણ જોર જોરથી હસી પડ્યા.