પોસ્ટ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રવૃતિ કરવામાં આવી

નડિયાદ, ભારતીય ટપાલ વિભાગ, ખેડા ડીવીજન,નડિયાદ કચેરી દ્વારા લોકસભા ચુંટણી-2024 અંગે મતદાન જાગૃતિના પ્રચાર માટે ટોટલ 650000 પેમ્પલેટનું પ્રિન્ટીંગ કરવામાં આવ્યું છે અને તેના વિતરણની કામગીરી ભારતીય ટપાલ વિભાગના કર્મચારી જેમકે, પોસ્ટમેન તથા ગ્રામીણ વિસ્તારમાં ફરજ બજાવતા તમામ ગ્રામીણ ડાક સેવક દ્વારા પેમ્પલેટ તમામ મતદારોના ઘર સુધી પહોચાડવામાં આવી રહ્યા છે. આ કામગીરી તારીખ 04/05/2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.