પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટના નિયમમાં થયા ફેરફાર જાણો શું થયા ફેરફાર…

પોસ્ટ ઓફિસ અવારનવાર પોતાના ગ્રાહકોને માટે અનેક નવી સ્કીમ લાવતી રહે છે. પોસ્ટ ઓફિસની અનેક નવી બચત યોજનાઓ પર ગ્રાહકોને સુરક્ષિત અને ગેરેન્ટેડ રિટર્ન મળે છે. ઉલ્લેખનીય છે કે પોસ્ટ ઓફિસે સેવિંગ્સ એકાઉન્ટની સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. જો ગ્રાહકો આ નિયમોનું પાલન નથી કરતા તો તેમને નુકસાન ભરવું પડે છે.

  • પોસ્ટ ઓફિસે બદલ્યા આ નિયમો
  • સેવિંગ્સ એકાઉન્ટના નિયમોમાં થયો ફેરફાર
  • ગ્રાહકોએ નિયમોનું પાલન કરવું રહેશે જરૂરી

ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે પોસ્ટ ઓફિસ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સની રકમને 50 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરી છે. જો તમારા ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા નહીં રહે તો નાણાંકીય વર્ષમાં અંતિમ કાર્ય દિવસે પોસ્ટ ઓફિસ પર તમને 100 રૂપિયા પેનલ્ટીના રૂપે ભરવાનું કહેશે. આવું દર વર્ષે કરાય છે.

જો બેલેન્સ નહીં હોય તો ખાતું થશે બંધ

જો આ ખાતામાં ઝીરો બેલેન્સ થશે તો આ એકાઉન્ટ જાતે જ બંધ થઈ જશે. પોસ્ટ ઓફિસ હાલમાં વ્યક્તિગત કે સંયુક્ત બચત ખાતા પર વાર્ષિક 4 ટકા વ્યાજ આપે છે. તેમાં ન્યૂનતમ બેલેન્સ 500 રૂપિયા હોવું જરૂરી છે. આ સિવાય તમે જો તમારા ખાતાને આધાર સાથે લિંક નથી કર્યું તો આજે જ લિંક કરો. તેનો લાભ તમને ખાતામાં મળશે.

પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવાથી મળે છે આ સુવિધાઓ

પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલતા ધ્યાન રાખો કે ચેક વિનાના ખાતાની મિનિમમ રકમ 50 રૂપિયા નક્કી કરાઈ છે. અહીં તમે સગીર વ્યક્તિના નામે પણ ખાતું ખોલી શકો છો અને 10 વર્ષ સુધી કે તેનાથી વધારે સગીરના નામે પણ ખાતું ખોલીને તેને ઓપરેટ કરી શકો છો.

તમારે સરકારી સબ્સિડીનો લાભ લેવા માટે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટને આધારથી લિંક કરવાનું રહેશે. પોસ્ટ ઓફિસે આ માટે એક લેટર જાહેર કર્યો છે. પોસ્ટ વિભાગ તરફથી જાહેર કરાયેલા સર્ક્યુલરમાં કહ્યું છે કે લોકો પોતાના પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં ડાયરેક્ટ ફાયદો ટ્રાન્સફરનો લાભ લઈ શકો છો. સાથે આધારને લિંક કરીને એક કોલમ સામેલ કરાઈ છે. આ કોલમ ખાતું ખોલવાના એપ્લીકેશન કે પરચેઝ ઓફ સર્ટિફિકેટ ફોર્મમાં જોવા મળશે.