પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund) અથવા પીપીએફ અકાઉન્ટને એક ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવામાં આવે છે, જે સંપૂર્ણ રીતે રિસ્ક ફ્રી છે. તે કેન્દ્ર સરકાર દ્વારા સમર્થિત નાની બચત યોજનામાંથી એક છે, જે લાંબા સમયગાળામાં વધુ નફો આપે છે. વર્તમાન સમયમાં પીપીએફ અકાઉન્ટ પર 7.1 ટકા વ્યાજ મળે છે, જે મોંઘવારીની સરખામણીએ વધુ છે. PPF અકાઉન્ટ તમે કોઇ પણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો. પોસ્ટ ઓફિસમાં PPF અકાઉન્ટ શરૂ કરાવવાના ફાયદા એ છે કે તેમાંથી મેળવેલા વ્યાજ પર સોવરેન ગેરન્ટી હોય છે, જે તેને બેંકના વ્યાજની સરખામણીએ વધુ સુરક્ષિત બનાવે છે.
PPFમાં રોકાણ સુરક્ષિત જ નથી, પરંતુ તેમાં ટેક્સ છૂટનો લાભ મળે છે. રોકાણકારો માટે તેમાં જોખમ નહિવત્ છે. જોકે PPFમાં રોકાણને સંપૂર્ણ રીતે સરકાર સુરક્ષા આપે છે, તેથી તે સંપૂર્ણ રીતે રિસ્ક ફ્રી છે. PPF અકાઉન્ટ પર વ્યાજ દરમાં કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં સુધારો કરે છે.
મળે છે આ ફાયદા
PPFમાં ઇનકમ ટેક્સ એક્ટની સેક્શન 80C હેઠળ ટેક્સ બેનેફિટ મળે છે. તેમાં સ્કીમમાં રોકાણની રકમ પર 1.5 લાખ રૂપિયા સુધી ડિડક્શન લઇ શકાય છે. PPFમાંથી થયેલી વ્યાજની કમાણી અને મેચ્યોરિટીની રકમ એમ બંને પર ટેક્સ છૂટ મળે છે.
PPF અકાઉન્ટની મુદત 15 વર્ષની હોય છે. ત્યારબાદ તમે તેને દર 5 વર્ષ વધારવા માટે એપ્લાય કરી શકો છો. અને તેઓ પસંદ કરી શકે છે કે તેઓ યોગદાન ચાલુ રાખવા માગે છે કે નહીં. PPF અકાઉન્ટ હોલ્ડર 15મા વર્ષે તેને આગળ વધારવા માટે ફોર્મ જમા કરાવી શકે છે. જો કોઈ વ્યક્તિ 30 વર્ષે PPF ખાતું ખોલાવે છે, તો તે 5 વર્ષ કરી આગાળના 30 વર્ષ સુધી તેનું અકાઉન્ટને ઓપરેટ કરી શકે છે.
આવી રીતે મળશે 1.1 કરોડ રૂપિયા
PPF કેલ્ક્યુલેટર મુજબ જો કોઈ વ્યક્તિ PPF અકાઉન્ટ દૈનિક 300 રૂપિયા એટલે દર મહિને 9,000 રૂપિયા જમા કરે છે, તો 15 વર્ષ પછી તેને 29,29,111 રૂપિયા મળશે. જો તે દર 5 વર્ષે આવતા 15 વર્ષ માટે PPF ખાતાને આગળ વધારે છે, તો તેને 1.11 કરોડ રૂપિયા મળશે.