સારુ વળતર કોણ નથી ઇચ્છતું. સારુ વળતર મેળવવા માટે લોકો દરેક પ્રકારની યોજાઓમાં રોકાણ કરતા હોય છે. શેર બજાર પર પણ તેની નજર રહેતી હોય છે. શેર બજારનાં અપ ડાઉનમાં ખતરો બનેલો હોય છે અને તમામ જોખમ ખેડ્યા બાદ પણ કોઈ ચોક્કસ રકમ મળવી નક્કી નથી રહેતી. સરવાળે એક નક્કી મહિનાની આવક માટે સામાન્ય માણસ હેરાન પરેશાન હોય છે.
- દર મહિને 5 હજાર સુધીનું વ્યાજ મેળવી શકશો
- 9 લાખ સુધી જમા કરાવી શકાશે
- 18 વર્ષથી ઉપરનાં કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે છે ખાતુ
એક નક્કી રકમ યોગ્ય સમય માટે જમા કરાવો
પોસ્ટ ઓફિસની વાત કરીએ તો આજે ઘણી એવી યોજનાઓ ચાલી રહી છે. જેમાં રોકાણ કરીને તમે નક્કી માસિક આવક મેળવી શકો છો. એક નક્કી રકમ યોગ્ય સમય માટે જમા કરાવીને તમને દર મહિને સારુ વળતર મળવી શકો છો જે તમારી મોટી જરુરિયાતને પૂરી કરી શકે છે. જો તમે આ સ્કીમમાં રોકાણ કરી રહ્યા છો તે તમને દર મહિને પાંચ હજાર રુપિયા મળી શકે છે.
દર મહિને વ્યાજની રકમ મળશે
પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનાની ખાસ વાત એ છે કે તેનાં વ્યાજની ગણતરી દર વર્ષે થાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ રોકાણકારે આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યો અને તેમાં 9 લાખ રુપિયા એક સાથે જમા કરાવ્યા તો તેને દર મહિને 4950 રુપિયાની કમાણી થઈ શકે છે. મૂળધન પર વાર્ષિક વ્યાજ 6.6 ટકાનાં દરથી 59,400 રુપિયા થાય છે. જે પ્રમાણે તમારા વ્યાજની માસિક રકમ 4950 થાય છે. જેને આપ દર મહિને લઈ શકો છો. જે રકમ તમને દર મહિને મળશે તે ફક્ત વ્યાજની રકમ હશે અને તમારુ મુળધન એવુને એવુ રહેશે. જેને આપ મેચ્યોરિટી થવા પર ઉપાડી શકો છો.
5 વર્ષની મેચ્યોરિટીનાં હિસાબથી મળશે વ્યાજ
4950 રુપિયાનું માસિક વ્યાજ આપને 5 વર્ષની મેચ્યોરિટીનાં હિસાબથી મળશે. આપ ઈચ્છો તો તેની મેચ્યોરિટીને આગળ પણ વધારી શકો છો. આ સ્કીમ અંતર્ગત તમે ફક્ત 1000 રુપિયાથી ખાતુ ખોલાવી શકો છો. જો આપ સિંગલ એકાઉન્ટ ખોલાવો છો તો વધુમાં વધુ 4.5 લાખ રુપિયા જમા કરાવી શકો છો. જ્યારે જોઈન્ટ એકાઉન્ટમાં આ રકમ 9 લાખ થઈ જાય છે.
કોણ ખોલાવી શકે છે ખાતુ
18 વર્ષથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ આ ખાતુ ખોલાવી શકે છે. એક ખાતામાં એક સાથે 3 નામ સામેલ થઈ શકે છે. 10 વર્ષથી ઉપરનાં બાળકના નામે પણ ખાતુ ખુલી શકે છે. 10 વર્ષથી નાની ઉંમરના બાળક માટે ગાર્ડિયનના નામે ખાતુ ખોલાવી શકાય છે.