પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિફ્રી-શિપ કાર્ડ યોજના: દાહોદના વિદ્યાર્થીનું ફ્રી શિપ કાર્ડ યોજનાનો લાભ મેળવી આગળનો અભ્યાસ કરવા માટેનું સપનું થશે સાકાર

  • ખેતી કરીને માંડ ઘર ચલાવીએ છીએ ત્યાં બાળકોના ભણવા માટેના પૈસા ક્યાંથી કાઢવા, પરંતુ સરકારે દીકરાના આગળના અભ્યાસમાટે જે રીતે નાણાકીય મદદ કરી છેએનાથી અમારો દીકરો વગર ચિંતાએ ભણી શકશે -લાભાર્થીના માતા પિતા
  • સરકારે અમારા જેવા વિદ્યાર્થીઓનો આગળનો અભ્યાસ અટકેનહી એ માટે જે સહાય કરી રહી છે તે માટે હું કાયમ માટે સરકારનો આભારી રહીશ.-લાભાર્થીવિદ્યાર્થી

સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ – ફ્રી શિપ કાર્ડ યોજના થકીઘણા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ કે જેઓના માતા – પિતા પોતાના બાળકોના આગળના અભ્યાસ અર્થે આર્થિક રીતે સદ્ધર નથી તેઓ માટે આશિર્વાદ રૂપ નીવડી રહી છે. આદિ જાતિના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરી શકે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.

જે પૈકી એક એટલે અનુસૂચિત જનજાતિ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે “પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના”. આ યોજના અંતર્ગત નિયત ધારા-ધોરણોમુજબની પાત્રતા ધરાવતા અનુસૂચિતજનજાતિના વિદ્યાર્થીઓને “ફ્રી શીપ કાર્ડ” આપવામાં આવે છે.

હા, અહીં આપણે વાત કરી રહ્યા છીએ દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના વજેલાવ ગામમાં રહેતા જીગ્નેશ અમલીયારની. જીગ્નેશને આગળ ભણવું છે, પરંતુ તેના માતા – પિતા પાસે એટલી આવક નથી કે તેઓ જીગ્નેશને આગળ ભણાવી શકે. માતા – પિતા ખેતી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.

દાહોદ જીલ્લો એ ગુજરાત રાજ્યની પૂર્વ પટ્ટીએ આવેલો આદિવાસી જીલ્લો છે, જેમાં મોટેભાગે આદિવાસી લોકો વસે છે, જેમની આર્થિક સ્થિતિ મોટેભાગે મજૂરી અથવા ખેતી પર નિર્ભર રહે છે. આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા અનુસૂચિત જનજાતિ પરિવારના કોઇપણમોભી માટે પોતાના બાળકોના આગળના વધુ અભ્યાસ માટેનો ખર્ચ એમના માટે ચિંતાનો વિષય હોય છે.

જીગ્નેશના પરિવારમાં પણ કંઈક આવું જ છે, પરંતુ એમના દીકરા જીગ્નેશએ આગળના અભ્યાસ માટે સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી શિપ કાર્ડ યોજનાનો લાભ લેવા માટેનું ફોર્મ ભર્યું છે. જીગ્નેશ કહે છે કે, જો સરકાર આપણને આગળના અભ્યાસ માટેનો ખર્ચ ઉઠાવવા તૈયાર છે, તો મારા જેવા દરેક વિદ્યાર્થીઓ કે જેઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેઓએ પોતાના આગળના અભ્યાસની ચિંતા કર્યા વગર ફક્ત અભ્યાસમાં મન પરોવે. કારણ કે, અભ્યાસની ફી ભરવા માટેની મદદ સરકાર કરી રહી છે. હા, એનો લાભ લેવા માટે આપણે જરૂરી ડોક્યુમેન્ટ્સ થકી ફોર્મભરવાનું હોય છે.

અમે ખેતી કરીને માંડ ઘર ચલાવીએ છીએ. ઘણીવાર તો પાકને વાતાવરણ નડતા પાક બરાબર થતો નથી ને જ્યારે પાક સારો થાય ત્યારે બજારમાં ભાવ સારો મળતો નથી. ત્યારે પણ ઘણી ખોટ થાય છે, ત્યાં બાળકોના ભણવા માટેના પૈસા ક્યાંથી કાઢવા, પરંતુ સરકારે અમારા દીકરાના આગળના અભ્યાસ માટે જે રીતે નાણાકીય મદદ કરી છે એનાથી એ વગર ચિંતાએ ભણી શકશે એનો અમને આનંદ છે એમ કહેતા લાભાર્થીના માતા-પિતાએ હાશકારો અનુભવ્યો હતો.

આમ, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ-ફ્રી-શિપ કાર્ડ યોજના, આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમલમાં મુકેલ યોજનાથી આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારના બાળકો પોતાના અધિકાર એવા શિક્ષણથી વંચિત ન રહે તે માટેના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.