ખેડા જીલ્લામાં પોષણ માસ ઉજવણી અંતર્ગત સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન પોષણ જાગૃતિને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત ખેડા જીલ્લાના કુલ 1979 આંગણવાડી કેન્દ્રો ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓની આરોગ્ય તપાસ, પરામર્શ, હિમોગ્લોબીનની ચકાસણી, એનીમિયાથી બચાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.