પોરબંદરમાં ફરી કમળ ખીલ્યું, મનસુખ માંડવિયાની મોટી લીડ સાથે જીત

લોક્સભા ચૂંટણીમાં પોરબંદર બેઠક ફરી ભાજપને ફાળે ગઈ છે. અહીંથી ભાજપના ઉમેદવાર તરીકે મનસુખ માડવિયાને ઉતારવામાં આવ્યા હતા. જોકે, કોંગ્રેસ તરફથી લલિત વસોયાને ચૂંટણી લડાવવામાં આવી હતી. માંડવિયાની ૩.૮૦ લાખથી વધારે મતની લીડ સાથે જીત થઈ છે.લોક્સભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પોરબંદર બેઠક પરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાને મોટી જીત મળી છે.

મનસુખ માંડવિયાને ૩૮૦૪૭૨ લીડ સાથે મોટી જીત મળી છે. જણાવી દઈએ કે, પોરબંદર લોક્સભા બેઠક માટે ત્રીજા તબક્કામાં ૭ મેના રોજ મતદાન થયું હતું. પોરબંદરમાં સરેરાસ કુલ ૫૧.૮૩ ટકા મતદાન થયું હતું. વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે મતદાનની ટકાવારીમાં ધોરાજીમાં ૫૧.૮૯ ટકા, ગોંડલમાં ૫૨.૧૯ ટકા, જેતપુરમાં ૫૧.૫૪ ટકા, કેશોદમાં ૪૭.૦૩ ટકા, કુતિયાણામાં ૪૭.૫૫ ટકા, માણાવદરમાં ૫૩.૯૪ ટકા અને પોરબંદરમાં ૫૭ ટકા મતદાન થયું છે.લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માટે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી હતી.

જોકે, કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા છે. આ લોક્સભામાં કુલ ૧૭.૫૦ લાખ મતદારો છે, જેમાં ૯ લાખથી વધુ પુરૂષ અને ૮ લાખથી વધુ મહિલા મતદારો છે. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયાએ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના કાંધલ જાડેજાને ૨,૬૭,૯૭૧ મતોથી હરાવ્યા હતા. ૨૦૧૯માં અહીંથી ભાજપ તરફથી રમેશ ધડુક અને કોંગ્રેસ તરફથી લલિત વસોયા ઉમેદવાર હતા. જેમાં રમેશ ધડુક ૨ લાખથી વધુ મતોથી જીતીને સાંસદ બન્યા હતા.મનસુખ માંડવિયાને ૩૮૦૪૭૨ લીડ સાથે મોટી જીત મળી છે.