ભાવનગર, ભેજના પ્રમાણમાં ગઈકાલથી વધારાનો સિલસિલો શ થયો છે. આજે સવારે પોરબંદર કંડલા નલિયા સહિત રાયના અનેક વિસ્તારોમાં ઝાકળ વર્ષા થઈ હતી. રાજકોટ સુરત દીવ સહિત અનેક સેન્ટરોમાં સવારે ભેજવાળા વાતાવરણને કારણે ગરમીમાં રાહત મળી હતી. આજે પોરબંદરમાં ૯૮ નલિયામાં ૯૧ દીવમાં ૯૦ કંડલામાં ૯૩ રાજકોટ અને સુરતમાં ૮૭% ભેજ સવારે નોંધાયો છે.સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ ભેજવાળું અને ગરમીમાં રાહત આપતું વાતાવરણ ગાયબ થઈ જાય છે અને આખો દિવસ ઉનાળા જેવી ગરમીનો સામનો કરવો પડે છે.
ભાવનગરમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૩૬.૭ ડીગ્રી નોંધાયું હતું જે સમગ્ર રાજયમાં સૌથી ઐંચું હતું. ભાવનગરમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૨૦.૭ ડીગ્રી રહેવા પામ્યું હતું આજે તે ઘટીને ૧૮.૬ડિગ્રી થયું છે. આજે રાજકોટમાં ૧૮.૮ વેરાવળમાં ૨૦.૩ પોરબંદરમાં ૧૮.૪ ઓખામાં ૨૧.૭ દ્રારકામાં ૨૩.૪ અમરેલીમાં ૧૮.૨ નલિયામાં ૧૮.૬ અને ભુજમાં ૨૦.૪ ડિગ્રી તાપમાન રહ્યું છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી તારીખ ૨૫ ના રોજ નોર્થ વેસ્ટ ઇન્ડિયા ના રાયોને અસર કરે તેવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઇ રહ્યું છે