પોપ ફ્રાન્સિસ બીમારીથી પરેશાન હતા, ડૉક્ટરોએ શક્રિયા કરી

વેટિકન, ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસની સર્જરી બાદ તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એક અપડેટ સામે આવી છે. પોપનું પણ બે વર્ષ પહેલા ઓપરેશન થયું હતું. પછી મોટા આંતરડામાં બળતરા અને સાંકડી થવાને કારણે તેની ૧૩ ઈંચ કોલોન કાઢી નાખવામાં આવી હતી. આ વખતે પણ તેમની સર્જરી બાદ કરોડો લોકો તેમના સ્વાસ્થ્યની સ્થિતિ જાણવા માટે ઉત્સુક દેખાતા હતા અને તેઓએ પોપના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. આ સર્જરી અંગે વેટિકને એક નિવેદનમાં કહ્યું કે ૮૬ વર્ષીય પોપને જનરલ એનેસ્થેસિયા હેઠળ રાખવામાં આવશે અને તેમને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.

વેટિકન તરફથી મળેલી માહિતી અનુસાર, સર્જરી પૂર્ણ થયા બાદ પોપની હાલત બિલકુલ ઠીક અને સલામત છે. પોપે પેટની સર્જરી કરાવી હતી. કુશળ તબીબોની ટીમે આ સર્જરી કરી હતી. પોપ ફ્રાન્સિસ આંતરડાની સફળ સર્જરી બાદ સભાન છે. પોપનું ઓપરેશન કરનાર ડોક્ટરે આ માહિતી આપી છે. તેમનું ઓપરેશન કોઈપણ તકલીફ વિના સફળ રહ્યું હતું. નોંધપાત્ર રીતે, ૮૬ વર્ષીય પોપે બુધવારે પેટના હર્નિયાને ઠીક કરવા માટે સર્જરી કરાવી હતી. ઇટાલીની સત્તાવાર ન્યૂઝ એજન્સીએ સર્જન સર્જીયો અલ્ફિરીને બુધવારે ઓપરેશન બાદ ટાંકીને કહ્યું કે, “પોપ સ્વસ્થ અને સભાન છે.”

દરમિયાન, વેટિકનથી પ્રાપ્ત માહિતી અનુસાર, પોપના સ્વાસ્થ્યને લઈને ચિંતિત કરોડો લોકોએ તેમની પ્રાર્થના અને આશીર્વાદ મોકલ્યા છે. આ માટે તમામનો આભાર માન્યો છે.માર્ચમાં બ્રોક્ધાઇટિસને કારણે તેઓ ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં હતા. ૧ એપ્રિલે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વેટિકનના જણાવ્યા અનુસાર પોપ ઓગસ્ટમાં પોર્ટુગલ અને મંગોલિયાની મુલાકાત લેશે.