જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાલ પુરગ્રસ્ત પરિસ્થિતિમાં રોગચાળો થવાની મહતમ શકયતા રહેલી છે. ત્યારે પડોશી જીલ્લો વડોદરામાં વધારે પૂર આવેલ છે. તે સંજોગોને ધ્યાને રાખી રાજ્ય આરોગ્ય વિભાગની સૂચના મુજબ જીલ્લામાંથી આરોગ્યની 05 ટીમો (5-મેડીકલ ઓફીસર, 10- પેરા મેડીકલ ઓફીસર, 05-ડાઇવર) આવશ્યક દવા,લોજીસ્ટીક, અને એમ્બ્યુલન્સ સહીત વડોદરા ખાતે જઇને આરોગય વિષયક કામગીરી કરેલ છે.
આ પ ટીમો પરત ફરતા બીજી પ ટીમો પણ વડોદરા ખાતે આજ રોજ ફરજ બજાવવા પહોચી ગયેલ છે. પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન થાય તે માટે મેડીકલ કેમ્પ, સર્વેલન્સ, આઈઈસી, રેફરલ સેવા, કલોરીનેશન ચકાસણી વગેરે કામગીરી શરૂ કરેલ છે.