પૂનમ પાંડેની કોન્ટ્રોવર્સી પર હંગામો, ઈન્લુએન્સરે ૧૦૦ કરોડનો બદનક્ષીનો દાવો કર્યો

મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી અને કામુક મોડલ પૂનમ પાંડે આ દિવસોમાં તેના વિવાદાસ્પદ સ્ટંટને કારણે ઘણી નફરતનો સામનો કરી રહી છે. તેમની સમસ્યાઓમાં ઘટાડો થતો જણાતો નથી. હવે પૂનમના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવા બદલ અન્ય એક ઈન્લુએન્સરે મોરચો માંડ્યો છે. રિયાલિટી શો ફેમ ફૈઝાન અંસારીએ કાનપુર પોલીસ કમિશનરને અરજી આપી છે. આવેદનપત્રમાં પૂનમ પાંડેની ધરપકડ કરવાની માગ કરવામાં આવી છે.

પોતાના વિવાદાસ્પદ સ્ટંટના કારણે હંમેશા ચર્ચામાં રહેતી પૂનમ પાંડેની ટીમે થોડા દિવસો પહેલા પૂનમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી નિધન થયું છે. આ સમાચાર બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો.

પૂનમે પોતે આ ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાવ્યા હતા. કોઈએ તો એમ પણ કહ્યું હતું કે, પૂનમના પાર્થિવ દેહને કાનપુર મોકલવામાં આવ્યો છે. જોકે, બાદમાં પૂનમ પાંડેએ વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા.

હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. રિયાલિટી શો ડેટિંગ બાઝી ફેમ ફૈઝાન અન્સારીએ કાનપુર પોલીસને પૂનમ પાંડે અને પતિ સેમ વિરુદ્ધ અરજી આપી છે. આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે પૂનમની ધરપકડ કરવામાં આવે અને તેના વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવવા બદલ કેસ દાખલ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે પૂનમ પાંડેના આ પગલાને બોલિવૂડની ઘણી હસ્તીઓ અને સોશિયલ મીડિયા પ્રભાવકોએ ખોટું ગણાવ્યું છે.

ફૈઝાને કહ્યું કે તે પૂનમના આ ખોટા કૃત્યથી ખૂબ જ પરેશાન છે. પૂનમે આવું માત્ર પબ્લિસિટી મેળવવા માટે કર્યું છે. ફૈઝાને એમ પણ કહ્યું કે પૂનમે પસ્તાવો કરવો જોઈએ અને ચિલ્ડ્રન કેન્સર હોસ્પિટલને ૨ કરોડ રૂપિયા દાન કરવા જોઈએ.. જોકે, હાલ આ સમગ્ર મામલે પૂનમ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.