પૂનમ પાંડેએ ટ્રોલર્સને આપ્યો જવાબ: હું તો બધાનું ભલું કરવા માટે આ કરી રહી હતી, મારી મમ્મીને પણ.

પૂનમ પાંડેની ‘શરમજનક’, ‘પબ્લિસિટી સ્ટંટ’ અને ‘સસ્તી PR’ કરવા બદલ ટીકા કરી રહ્યા છે.એવામાં હવે પૂનમે ફરી એક વિડીયો શેર કરીને આ ટ્રોલ્સને જવાબ આપ્યો છે.

  • લોકો પૂનમ પાંડેને ‘સસ્તી PR’ કરવા બદલ ટ્રોલ કરી રહ્યા છે. 
  • સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેએ વધુ એક વિડીયો શેર કર્યો. 
  • કહ્યું, મારી માતાને ગળાનું કેન્સર છે, મેં જોયું છે કે તે કેટલું મુશ્કેલ છે.

2 ફેબ્રુઆરીએ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડેના મોતની ખબરે આખી ઈન્ડસ્ટ્રીને શૉકમાં મુકી દીધી હતી. પૂનમના મેનેજરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એલાન કર્યું હતું કે એક્ટ્રેસનું મોત નિપજ્યું છે. સર્વાઈકલ કેન્સરના કારણે તેણે જીવ ગુમાવ્યો છે. પરંતુ 3 ફેબ્રુઆરીની સવારે પૂનમે એક વીડિયો શેર કર્યો જેમાં તેણે જણાવ્યું કે તે મોતનું નાટક હતું. 

આ વિશે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરતાં પૂનમે જણાવ્યું હતું કે સર્વાઈકલ કેન્સરના પ્રત્યે જાગરૂકતા ફેલાવવી તેનો હેતુ હતો. 2 ફેબ્રુઆરીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ અને એમના ચાહકો જ્યાં પૂનમને શ્રદ્ધાંજલી આપી રહ્યા હતા તે એક્ટ્રેસનો વીડિયો જોયા બાદ ગુસ્સામાં આવી ગયા હતા. 

આ બાદ લોકો પૂનમ પાંડેની ‘શરમજનક’, ‘પબ્લિસિટી સ્ટંટ’ અને ‘સસ્તી PR’ કરવા બદલ ટીકા કરી રહ્યા છે.એવામાં હવે પૂનમે ફરી એક વિડીયો શેર કરીને આ ટ્રોલ્સને જવાબ આપ્યો છે. આ વિડીયોમાં એમને જણાવ્યું કે તેણે આ બધું કોઈ પબ્લિસિટી માટે નથી કર્યું. આ બધામાં તેનો મેનેજર પણ સામેલ ન હતો. 

પૂનમ પાંડેએ વિડીયોમાં કહ્યું કે, ‘હું તે બધા લોકોને કહેવા માંગુ છું જેઓ મને અસંવેદનશીલ અને શરમજનક કહી રહ્યા છે કે મારી માતાને ગળાનું કેન્સર છે. મેં જોયું છે કે તે કેટલું મુશ્કેલ છે. હું સારી રીતે જાણું છું કે કેન્સર કેટલું ખતરનાક છે…મેં જે કર્યું તે પબ્લિસિટી સ્ટંટ નહોતું, આના દ્વારા હું માત્ર લોકોને આ વિશે જણાવવા માંગતી હતી. મારા મૃત્યુના સમાચાર પછી ઘણા લોકોએ સર્વાઇકલ કેન્સર વિશે ગુગલ કર્યું. મેં મારી પબ્લિસિટી માટે આ નથી કર્યું. ‘

પુનમ વિરૂદ્ધ દાખલ થઈ ફરિયાદ 
એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે એક્ટ્રેસ પુનમ પાંડે વિરૂદ્ધ પોલીસમાં કમ્પ્લેન્ટ નોંધાવી છે. આટલું જ નહીં, એક્ટ્રેસની મેનેજર નિકિતા શર્મા અને એજન્સી Hautterfly વિરૂદ્ધ આઈપીસી સેક્શન 417, 420, 120B, 34 હેઠળ FIR કરવાની માંગ કરી છે. પબ્લિકને ચીટ કરવાના અને દેશની સાથે સર્વાઈકલ કેન્સરના નામ પર ફ્રોડ કરવાનો કેસ બનાવવા માટે કહ્યું છે. પૂનમના આ સ્ટંટને પબ્લિસિટી અને ચીટ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.