અમદાવાદ: આજે બુદ્ધપૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાનો સંયોગ હોવાથી ગુજરાતના પવિત્ર ધામોમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો મંદિરોમાં પહોંચી રહ્યા હતાં અને ભગવાનના દર્શન કર્યા હતાં
આજે વૈશાખી પુનમને લઈને પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. સખત ગરમીના લીધે વહેલી સવારે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી.ગરમીના કારણે આજે શનિવાર અને રવિવાર કરતા ઓછા દર્શનાર્થીઓ જોવા મળ્યા હતા. શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ચાચર ચોકમાં ગરબા રમ્યા હતા.
અરવલ્વીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળજીમાં પૂનમ નિમિતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની લાઇન લાગી દીધી હતી અને આરતીમાં ભાગ લીધો હતો ઠાકોરજીને સફેદ કોટનના વસ્ત્રોનો શણગાર કરાયો હતો અને નિજ મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારાયું હતું. આકરી ગરમીના વાતાવરણ વચ્ચે પણ મોટી સંખ્યોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી
મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજીની શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતાં યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને નીજ મંદિરે પહોંચી હતી પૂનમ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિરમાં શ્રી કષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો ભકતોએ અહીં પણ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતાં સોમનાથ મંદિર અને દ્વારકામાં પણ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કર્યું અને માછલીને લોટ, ગાયને ચારો, બાવા-સાધુને દાન આપી પુણ્યનું ભાથું બાંધતા જોવા મળ્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રાઘામ ડાકોરમાં બુદ્ધ પૂણમાએ માનવ મેહરામાં ઉમટ્યું હતું દિવસ દરિમિયાન કાળઝાળ ગરમી વચ્ચે ભક્તોએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા હતાં કેસરી વાઘા ચતુર્ભુજ સ્વરૂપમાં રાજા રણછોડે ભક્તોને દર્શન આપ્યા હતાં . આજે દિવસ દરમિયાન બે લાખ કરતા વધુ ભક્તો રાજા રણછોડના દર્શન કર્યા હોવાનું અનુમાન છે.