
મુંબઇ, ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા સ્ટાર ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર તાજેતરમાં આઇપીએલ ૨૦૨૩માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા જોવા મળ્યા હતા. જોકે, સમગ્ર સિઝનમાં કેકેઆરનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું જેના કારણે તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શક્યા ન હતા. જ્યારે એક તરફ આઈપીએલ બાદ વિશ્ર્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પર સૌની નજર છે. જ્યારે વેંકી અય્યર રજાઓ માણી રહ્યો છે. તે તમિલનાડુના કાંચીપુરમના મંદિરમાં ક્રિકેટ રમતા જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વેંકટેશ અય્યરે સોશિયલ મીડિયાના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. તે વીડિયોમાં તે તમિલનાડુના કાંચીપુરમમાં મંદિરના નાના પૂજારીઓ સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે અય્યરે તેના કેપ્શનમાં લખ્યું કે, ’ખેલ માટેનો પ્રેમ અવિશ્ર્વસનીય છે. કાંચીપુરમમાં વેદ પાઠશાળાના તમામ યુવા વિદ્યાર્થીઓ સાથે સારો સમય પસાર કર્યો. જણાવી દઈએ કે વીડિયોમાં અય્યર બેટિંગ કરતો જોવા મળ્યો હતો.
૨૯ વર્ષીય વેંકટેશ અય્યરનું આઇપીએલ ૨૦૨૩માં બેટિંગ સારી કરી. તેણે કેકેઆર માટે ઘણા રન બનાવ્યા. વેક્ધીએ ૧૪ મેચ રમી ૨૮.૮૬ની એવરેજથી ૪૦૪ રન બનાવ્યા. આ સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ ૧૪૫.૮૫ હતો. પ્રદર્શનની વાત કરીએ તો,આઇપીએલની ૧૬મી સિઝનમાં ઐયરે પોતાની બેટિંગથી એક સદી અને ૨ અડધી સદી જોવા મળી હતી. આ તેની પ્રથમ આઈપીએલ સદી પણ હતી. વેંકટેશ અય્યરે તેની આખી આઈપીએલ કારકિર્દીમાં અત્યાર સુધી ૩૬ મેચોમાં ૧૩૦ના સ્ટ્રાઈક રેટથી ૯૫૬ રન બનાવ્યા છે.