
નવીદિલ્હી,
ફૂટબોલપ્રેમીઓ જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે તે ફીફા વર્લ્ડકપને શરૂ થવામાં હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. ક્તરમાં રમાનારા ફીફા વર્લ્ડકપમાં આ વખતે અનેક દિગ્ગજ ખેલાડીઓ રમતાં જોવા મળશે નહીં. આ એવા ખેલાડી છે જેની રમતે ટીમ, ટૂર્નામેન્ટ અને ચાહકોને અત્યંત પ્રભાવિત કર્યા છે. ત્યારે આવા અનેક ખેલાડીઓ છે જેનો જલવો આ વખતના વર્લ્ડકપમાં જોવા મળશે નહીં.
ફીફા વિશ્વકપના ૨૦ દિવસ પહેલાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સના સ્ટાર મીડફિલ્ડર પૉલ પોગ્બા ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પોગ્બા ૨૦૧૮માં વર્લ્ડ ચેમ્પિયન બનનારી ફ્રાન્સની ટીમનો હિસ્સો હતો. પ્રિ-સીઝનમાં પોગ્બાના ઘૂંટણમાં ઈજા પહોંચી હતી અને તે ઠીક કરવા માટે સપ્ટેમ્બરમાં તેની સર્જરી કરાઈ હતી. ૩૧ ઑક્ટોબરે તેના એજન્ટે કહ્યું કે તે વર્લ્ડકપ પહેલાં ન તો જુવેન્ટસ સાથે કે ન તો વર્લ્ડકપ માટે ઉતરે.
ચેલ્સી મિડફિલ્ડર એનગોલો કાંટે ૨૦૧૮માં ફ્રાન્સના વર્લ્ડકપ જીતવાના અભિયાનમાં એક મહત્ત્વપૂર્ણ સભ્ય હતો. ૩૧ વર્ષીય આ ખેલાડી હેમસ્ટ્રિંગની ઈજાને પગલે ઑક્ટોબરમાં એક સર્જરી બાદ ચાર મહિના રમતથી દૂર રહેશે. કાંટે માટે ૨૦૨૨નું વર્ષ ઈજાયુક્ત રહ્યું છે. આ જ કારણથી તે ઈંગ્લીશ પ્રિમીયર લીગની ચાલું સીઝનમાં પોતાના ક્લબ ચેલ્સી માટે માત્ર બે મેચમાં જોવા મળ્યો હતો.
જર્મન સ્ટ્રાઈકર ટીમો વર્નર ૨૦૨૨-૨૩ સીઝનમાં જૂના ક્લબ આર.બી.લીપજિગમાં પરત ફર્યા બાદ ફોર્મમાં હતો. વર્નરે આ સીઝનમાં ૧૬ મેચમાં નવ ગોલ કર્યા હતા. ૨૬ વર્ષીય આ ફોરવર્ડને જર્મનીની વિશ્ર્વ કપ ટીમમાં પસંદ થવાનું નક્કી હતું પરંતુ તેનું સ્વપ્ન ૨ નવેમ્બરે તૂટી ગયું જ્યારે ડોનેસ્ક વિરુદ્ધ ચેમ્પિયન્સ લીગ મેચ દરમિયાન તેને ઘૂંટણમાં ઈજા પહોંચી હતી.
ઈંગ્લીશ ડિફેન્ડર રીસ જેમ્સ પાોતાના પ્રથમ વિશ્વકપ માટે ઈંગ્લેન્ડ ટીમ સાથે ક્તર જવા માટે તૈયાર હતો પરંતુ ઑક્ટોબરમાં એસી મીલાન વિરુદ્ધ ચેમ્પિયન્સ લીગ મેચ દરમિયાન ચેલ્સીના ડિફેન્ડરના ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. જો કે આ પછી ૨૨ વર્ષીય રીસે અભ્યાસ શરૂ કર્યો હતો પરંતુ ઈંગ્લેન્ડના કોચ ગેરેથે ૧૦ નવેમ્બરે કહ્યું હતું કે તેને સંપૂર્ણ રીતે ફિટ થવામાં સમય લાગશે.
આર્જેન્ટીનાના મીડ ફિલ્ડર સેલ્સો ’લા-લીગા’માં ટીમ વિલારિયલ માટે રમે છે. પાછલા વર્ષે એલ્બીસેલેસ્ટેસના વિજયી કોપા અમેરિકા અભિયાનનો એક મહત્ત્વપૂર્ણ સભ્ય હતો. ૩૦ ઑક્ટોબરે એથ્લેટિકો બિલાબાઓ વિરુદ્ધ મેચ દરમિયાન ૨૬ વર્ષીય આ ખેલાડીને માંસપેશીઓમાં ઈજા પહોંચી હતી જે પછી તે ટીમમાંથી બહાર થઈ ગયો હતો.
આ ઉપરાંત પ્રેસ્નેલ કિમ્પેમ્બે, બાઉબકર કામરા પેરિસ ખેલાડીઓ પણ જોવા નહીં મળે