પંચમહાલ જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના 2,57,233 બાળકોને પોલીયોની રસી પીવડાવામાં આવશે.
પંંચમહાલ જીલ્લા બાળ લકડા નાબુદી અભિયાન અંતર્ગત પોલીયો વિરોધી રસી આપવમાં આવી હતી. જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાંં આવ્યું હતું. જીલ્લાના 2,57,233 બાળકોને પોલીયોની રસી આપવા માટે 1029 રસીકરણ બુથ તેમજ 2058 રસીકરણ ટીમો બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા બહેનો, આંગણવાડી કાર્યકર તથા સ્વયંસેવક ફરજ નિભાવી હતી. પોલીયો રસીના આયોજન અસરકારર અમલ માટે 206 સુપરવાઈઝરો નિમવામાંં આવ્યા છે. તેમજ અંતરીયાળ વિસ્તારમાં કામગીરી કરવા માટે 02 મોબાઈલ ટીમો અને બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તેમજ જ્યાં વધુ લોકોની અવરજવર હોય તેના માટે 19 ટ્રાઉન્ઝર ટીમો બનાવવામાં આવી છે. જેના મારફતે 1029 પોલીયો બુથ ઉપર તમામ બાળકોને પોલીયોના ટીપા પીવડાવામાં આવ્યા હતા. કોઈ બાળકો બાકી રહી જાય તે માટે 24 અને 25 જુના રોજ આરોગ્ય વિભાગની 2058 ટીમ દ્વારા ધરે ધરે જઈને કોઈ બાળક રસીકરણથી વચિત નથી તેની ખાતરી કરવામાં આવશે.