કાલોલ,
કાલોલ પોલીસ ઈસ્પેકટર એમ.એલ.ડામોર કાલોલ વિસ્તારોમાં MGS નાડા પર પેટ્રોલિંગમા હતાં.આ સમય દરમ્યાન શંકાસ્પદ જણાતી સીયાઝ કાર GJ-01-HW-6510 ની તપાસ કરતા ગાડી લઈને આવેલ શખ્સ પાસેથી ગાડીનાં રજીસ્ટ્રેશન કાગળો અને ડ્રાઇવીંગ લાયસન્સ તથા કોઈ પણ પ્રકારના આધાર પુરાવા ના મળતાં કાલોલ પોલીસે નરેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા ર.હે નવીમોરવાડ માતરાણીયા ફળિયું તા. સુડા (ઉ.વ.૨૪) તેમજ સિયાઝ કારની વધુ તપાસ કરતાં ગાડીના મૂળ માલીક શક્તિસિંહ જાડેજા હોવાનું બહાર આવ્યુ હતું. જેથી કાલોલ પોલીસે ચોરીની અગર છળ કપટથી મેળવેલ હોય ગાડીની કિંમત રૂ.૭,૫૦,૦૦૦/-તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ વીવો કંપનીના મોબાઈલ રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૭,૫૫,૦૦૦/- નો મુદ્દામાલ કાયદાની જોગવાઈ પ્રમાણે તપાસ અર્થે હિરાસતમાં લઈ વઘુ તપાસ હાથ ધરતાં કાર ચોરી કરનાર શખ્સએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી તપાસના કામે ઉપરોક્ત કાર ભાડાથી લઈ તપાસના કામે ફેરવવાનું નાટક કરી અમદાવાદ કાન્હવી હોટલ સામે જઈ કાર માલિકને હોટલમાં પૈસા લેવા મોકલી કાર માલિકની નજર ચુકવી ઉપરોક્ત કારની ચોરી કરી નાસી ગયેલ. જેની અમદાવાદ શહેર નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. કાર ચોરી કરનાર શખ્સ પોતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ તરીકે ઓળખ ઉભી કરી જાહેર માર્ગો પર વાહન ચેકીંગ કરી ડુપ્લીકેટ પોલીસ બની રૂવાબ જણાવતો હતો. જે અમદાવાદથી નાની આવી કાલોલના વિસ્તારોમાં રખડતાં કાલોલ પોલીસે ઝડપી પાડી. કાયદેસરની કામગીરી હાથ ધરી હતી.
કારમાલિકની નજર ચુકવી કાર ચોરી કરી….
કાર ચોરી કરનાર શખ્સએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી તપાસના કામે ઉપરોક્ત કાર ભાડાથી લઈ તપાસના કામે ફેરવવાનું નાટક કરી અમદાવાદ કાન્હવી હોટલ સામે જઈ કાર માલિકને હોટલમાં પૈસા લેવા મોકલી કાર માલિકની નજર ચુકવી ઉપરોક્ત કારની ચોરી કરી નાસી ગયેલ.
ક્રાઈમબ્રાન્ચની ઓળખ આપી જાહેર માર્ગો ઉપર વાહન ચેકીંગ કરતો હતો….
કાર ચોરી કરનાર શખ્સ પોતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ તરીકે ઓળખ ઉભી કરી જાહેર માર્ગો પર વાહન ચેકીંગ કરી ડુપ્લીકેટ પોલીસ બની રૂવાબ જણાવતો હતો. જે અમદાવાદથી નાની આવી કાલોલના વિસ્તારોમાં રખડતાં કાલોલ પોલીસે ઝડપી પાડી. કાયદેસરની કામગીરી હાથ ધરી હતી.
રિપોર્ટર : જયવીર સોલંકી