પોલીસની મોટી સફળતા, સીમકાર્ડ સ્વેપિંગ કરીને ૧.૧૯ કરોડની છેતરપીંડી કેસમાં ૩ આરોપીની ધરપકડ

અમદાવાદ,અમદાવાદમાં સીમકાર્ડ સ્વેપિંગ કરીને ૧.૧૯ કરોડની છેતરપીંડી કેસમાં સાયબર ક્રાઇમે કોલકાતાથી ૩ આરોપીની ધરપકડ કરી છે. કોલકાતાની આ ગેંગ દ્વારા સિમ સ્વેપિંગ કરીને ઓનલાઈન કરોડો રૂપિયા પોતાના બેક્ધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઠગાઈ કરતા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે અતિકુર રહેમાન ખાન, પરવેઝ ખાન, મુખ્તાર અલીની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓની સાયબર ક્રાઇમ બ્રાંચે કોલકાતાથી ધરપકડ કરી છે. આ પકડાયેલ આરોપીઓએ અમદાવાદના બેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અમિત કુમાર જાની નામના વેપારી સાથે એક કરોડ ૧૯ લાખ ૩૭ હજાર રૂપિયા છેતરપિંડી આચરી હતી. જેમાં આરોપીઓએ વેપારીના ઈમેલ આઇડી હેક કરીને સીમ કાર્ડ બદલવાની રીકવેસ્ટ મોકલી ને સેલયુલર કંપનીમાંથી નવું સીમ લઈ તેમાં થી ર્ંઁ મેળવી હતી. આ રકમની ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી.

આ વેપારીએ બેંકનું એકાઉન્ટ તપાસતા ૧૧ માર્ચ થી ૧૨ માર્ચ દરમ્યાન બેન્કમાંથી ૧.૧૯ કરોડ ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું.જેથી વેપારીએ ઠગાઈને લઈને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદ બાદ સાયબર ક્રાઇમએ ટેકનિકલ એનાલીસિસ કરી ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપી ને કોલકાતાથી ઝડપી પાડયા છે.

પકડાયેલ આરોપીઓ પૂછપરછમાં ખુલ્યું કે આરોપીઓએ ૧.૧૯ કરોડની છેતરપિંડીમાંથી રૂપિયા ૬૦ લાખ બેંક એકાઉન્ટમાંથી રોકડા ઉપડ્યા હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં તેમના બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાના ટ્રાન્જેક્શનના આથક વ્યવહાર પણ મળી આવ્યા છે. જેથી આ ટોળકી સાથે નાઇઝીરિયન ગેંગની પણ સંડોવણી હોવાની શક્યતા છે.. પકડાયેલા આરોપીઓમાં અતીકુર ખાન બેંકમાંથી હોમ લોન, પર્સનલ લોન અને વીમા પોલિસી કાઢવાનું કામ કરતો હોવાનું ખુલ્યું છે.

જ્યારે અન્ય આરોપી પરવેઝ અહેમદ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલો છે અને મુક્તાર અલી કાપડનો હોલસેલનો વેપારી છે.. આરોપીઓ સાથે આ ગેંગ માં બેંકના કર્મચારી અને ટેલિકોમ કંપનીના કર્મચારી સહિત ૬ કર્મચારીઓના નામ ખુલતા સાયબર ક્રાઇમ બ્રાંચ આ મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે ..

આ કેસ માં ઝડપાયેલ આરોપીઓએ ગુજરાત સહિત અન્ય રાજ્યોના વેપારીઓને પણ સીમ સ્વેપિંગ કરીને કરોડોની છેતરપીંડી આચરી હોવાનું તપાસમાં ખુલ્યું છે..આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી વાત કરીએ તો તેઓ શનિવાર અને રવિવારના દિવસે લોકોને ટાર્ગેટ કરતા હતા.જેથી સિમ બંધ થઈ જાય તો ટેલિકોમ કંપની કે બેન્ક બંધ હોવાથી સરળતાથી કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરી શકે. હાલમાં સાયબર ક્રાઇબ્રાન્ચે આરોપીઓ ના ૭ દિવસ ના રિમાન્ડ મેળવીને છેતરપીંડી કેસમાં ફરાર અન્ય આરોપીઓ ની શોધખોળ હાથ ધરી છે.