ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવા હાઇકોર્ટની ખંડપીઠે તાકીદ કરી છે. પોલીસ મહેકમમાં ખાલી પડેલી જગ્યાઓ બાબતે ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટમાં થયેલ હુકમ બાદ સુઓમોટો રીટ દાખલ થઇ હોય જેની સુનવાણી ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે કી હતી. જેમાં સરકારને ભરતી માટે નવી બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવા આદેશ કર્યો છે.
આ કેસની સુનાવણીમાં ખાલી જગ્યાઓ પરની ભરતી અંગે ગૃહ વિભાગે ટાઈમ લાઈન આપી હતી. જેમાં ભરતી અને પ્રમોશન થકી જગ્યાઓ ભરવાની વાત કહેવામાં આવી હતી. પીઆઇની ખાતાકીય બઢતી મારફતે ભરતી અને પીએસાઇની ૩૦૪ જેટલી જગ્યાઓ ખાલી જગ્યાઓ હોવાનું કહેવામાં આવ્યું હતું. ભરતીની પ્રક્રિયા સીધી ભરતી દ્વારા, ખાતાકીય અને પ્રમોશન દ્વારા કરવામાં આવતી હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.
કોર્ટ મિત્ર દ્વારા યાન દોરવામાં આવ્યું હતું કે બિનહથિયારધારી ૧૩,૭૩૫ જગ્યાઓમાંથી માત્ર ૬૬૦૦ જગ્યાઓ મંજૂર કરાઈ છે. આમાં જગ્યાઓ કરતા ભરતી ઓછી થતી હોય તો પ્રમોશન કરીને કેવી રીતે ભરતી કરાશે ? ગત વર્ષે પણ પોલીસ બેડામાં સીધી ભરતી નહિ પણ પ્રમોશન વધુ થયા હતા. આથી કોર્ટે પહેલા પ્રમોશન પૂર્ણ કરવા કહ્યું હતું. કોર્ટ મિત્રે વધુ યાન દોર્યું હતું કે ગૃહ વિભાગના સેક્રેટરી જ ભરતી માટે ગૃહ વિભાગની મંજૂરી માંગે છે. કોર્ટે ગૃહ વિભાગની બ્લુ પ્રિન્ટ ગ્રાહ્ય ન રાખતાં ૧૮મી જુલાઈએ નવી બ્લુ પ્રિન્ટ સાથે વધુ સુનવાણી રાખી છે.
અગાઉ હાઇકોર્ટે સરકારને રિક્રુટમેન્ટ રૂૂલ્સ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. તે સિવાય રાજ્યમાં પોલીસની તમામ પોસ્ટ માટેની પરિક્રુટમેન્ટ ડ્રાઇવથ શરૂૂ કરવામાં આવી છે કે નહીં? આ તમામ સવાલોના જવાબ આપવાનો આદેશ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં અગાઉ રાજ્ય સરકારે હાઇકોર્ટને કહ્યું હતું કે,થસરકાર નજીકના ભવિષ્યમાં પોલીસ ખાતામાં ખાલી પડેલી ૧૨ હજાર જેટલી વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરશે.