પોલીસ ટ્રેનીંગ સેન્ટરની 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે મહીસાગર પોલીસની પાંચ કિમી દોડ યોજાઈ

મહિસાગર, સરદાર વલ્લભભાઈ પટેલ પોલીસ એકેડમી હૈદરાબાદ પોલીસ ટ્રેનીંગ સેન્ટરની 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે પાંચ કિલોમીટરની દોડનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહેની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું. જેના ભાગરૂપે આ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ડીવાયએસપી પી.એસ.વળવી, જે.જી.ચાવડા અને પ્રોબેશન ડીવાયએસપી ડોડીયા,પીઆઈ,પી.એસ. આઈ, પોલીસ કર્મચારીઓએ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પાંચ કિલોમીટરની દોડ યોજાઈ હતી. આ પ્રસંગે ડીવાયએસપી વળવીએ જણાવ્યું હતું કે, આરોગ્યએ મનુષ્યના જીવનનું ખુબ મહત્વનું પાસું છે. ત્યારે આ ઉજવણી અંતર્ગત 75 દિવસનો ફિટનેસ કાર્યક્રમ પણ છે, જે પોલીસ જવાનોના સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી રહેશે.