પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકના કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત નથી મળી. ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોને અંતે નિર્ણય આપ્યો છે.ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી મામલે મૌખિક હુકમ કર્યો છે. આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે.
પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકના કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત નથી મળી. ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોને અંતે નિર્ણય આપ્યો છે. ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી મામલે મૌખિક હુકમ કર્યો છે. આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે.
નિકોલમાં સમગ્ર કેસ નોંધાયો હતો.માત્ર હાર્દિક પટેલ જ નહીં કુલ 9 લોકો સામે આ ગુનો નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. જે તે સમયે પાટીદાર આંદોલનમાં જોડાયેલા નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે આ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી.આ કેસમાં ખૂબ જ લાંબા સમયથી દલીલો ચાલી રહી હતી. આજે આ અરજી ચુકાદા પર એટલે કે ઓર્ડર પર હતી. ત્યારે ગ્રામ્ય કોર્ટે આ કેસમાં હુકમ કર્યો છે.
હાર્દિક પટેલને આ કેસમાં રાહત મળી નથી. એટલે કે સ્પષ્ટપણે પાટીદાર આંદોલન સમયનો આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકનો કેસ આગળ પણ ચાલુ રહેશે. હાર્દિક પટેલ માટે હજુ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખુલ્લા છે, પરંતુ ગ્રામ્ય કોર્ટમાંથી ટ્રાયલમાંથી મુક્ત કરવાની કોઇપણ વાત સ્વીકારવામાં આવી નથી.
મહત્વનું છે કે કુલ 9 લોકો આ સમગ્ર કેસમાં વર્ષ 2018થી જ આ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. આ તમામ દિવસો દરમિયાન અમદાવાદની મિરઝાપુર ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. જો કે પાછળના દિવસોમાં હાર્દિક પટેલ સામેના અન્ય કેસોમાં જ રાહત આપવામાં આવી હતી. તેની સાથે આ પણ એક કેસ હતો. જેમાં મુક્તિ માટે હાર્દિક પટેલે અરજી કરી હતી, પરંતુ અત્યારે કોર્ટે મૌખિક હુકમ કર્યો છે. વિગતવાર હુકમ પણ આપવામાં આવશે. જો કે હાલની સ્થિતિએ હાર્દિક પટેલને કોઇપણ પ્રકારની રાહત મળી નથી.