- હજુ તે પોલીસ અધિકારીઓના પરિવાર માટે બર્થ-ડે વિશ કરીને વીડિયો બનાવીને મોકલે છે પણ પોલીસ ગિરતમાં આવતો નથી.
રાજકોટ,
સાહિત્યકાર તરીકે લોકો જેને સન્માન આપે છે એવા લોકો જ આજકાલ દારૂ પીને, નશો કરીને સામાન્ય લોકોને હેરાન પરેશાન કરતા હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. છતાંય મંત્રી, સંત્રી અને પોલીસ પણ તેમનું કંઈ બગાડી શક્તી નથી. એક યુવક પર જાહેરમાં જીવલેણ હુમલો કરીને ફરાર થઈ જનારો રાણો રાણાની રીતે વાળો દેવાયત ખવડ તેનો મારામારીનો વીડિયો વાયરલ થયા બાદ છેલ્લાં કેટલાંક દિવસોથી ગાયબ છે. જોકે, હજુ તે પોલીસ અધિકારીઓના પરિવાર માટે બર્થ-ડે વિશ કરીને વીડિયો બનાવીને મોકલે છે પણ પોલીસ ગિરતમાં આવતો નથી.
દેવાયત ખવડ અને તેના સાથીદારોએ મળીને એક યુવક પર અગંત અદાવત રાખીને જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કલાકાર કલાકારી કરીને ફરાર થઈ ગયો છે. રાણો રાણાની રીતે…શબ્દ કહીને ફેમસ થનારો રાણો હાલ ક્યાં ખોવાણો છે એ મોટો પ્રશ્ર્ન છે. ફરાર દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠ છે, ખવડ પોલીસને પૈસા ખવડાવીને ક્યાંક સંતાઈ રહ્યો હોવાનો ઇજાગ્રસ્ત મયુરસિંહના પરિવારનો આક્ષેપ છે. એક તરફ તે ઉચ્ચ પોલીસ અધિકારીના પુત્ર માટે બર્થ-ડે વિશ માટે વીડિયો બનાવીને મોકલે છે અને બીજી તરફ તેની તપાસ કરી રહેલી પોલીસને તે મળતો નથી ગજબની વાત છે.
લોક સાહિત્યકાર દેવાયત ખવડ સાત દિવસથી પોલીસથી નાસતો ફરે છે. જોકે રાજકોટના તત્કાલીન પીઆઇના પુત્રને વિડીયો મેસેજ દ્વારા બર્થ-ડે વિશ કરતા નવો વિવાદ શરૂ થયો છે. આજે ઇજાગ્રસ્ત મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા પત્રકાર પરિષદ કરી પોલીસ તપાસ સામે સવાલો ઉઠાવ્યા હતા. ગત ૭ ડીસેમ્બરના રાજકોટના સર્વેશ્ર્વર ચોક નજીક લોક સાહિત્યકાર દેવાયત ખવડે બિલ્ડર મયુરસિંહ રાણા પર પાઇપ વડે હુમલો કર્યો હતી. રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ દેવાયત ખવડ સહિત ૩ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. સાત દિવસ વીતી ગયા છતાં દેવાયત ખવડની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી નથી. ત્યારે આજે ઇજાગ્રસ્ત મયુરસિંહ રાણાના કૌટુંબિક ભાઈ પ્રદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. પ્રદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, મોડી રાત સુધી દેવાયત ખવડના ઘરે પોલીસની વાન અને જીપ ઉભી રહેતી હતી. ફૂલ સાઉન્ડ ડાયરાઓ ઘરે કરતો હતો. જેને કારણે સોસાયટીના લોકો પણ ત્રાસી ગયા છે. એટલું જ નહીં દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠ હોવાથી પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ’’પોલીસ મારા ખિસ્સામાં છે’’ તેવા શબ્દો દેવાયત ખવડ સોસાયટીમાં અવાર નવાર બોલતો હતો.
લોક સાહિત્યકાર દેવાયત ખવડ જાણીતો ચહેરો છે ડાયરામાં ’’રાણો રાણાની રીતે’’ શબ્દ થી ખૂબ જ પ્રચલિત છે. પરંતુ સાત દિવસ થી પોલીસ થી ફરાર છે. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ કે. એ. વાળા કે જે હાલ મોરબી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. જેના પુત્રના બર્થ ડેના દિવસે દેવાયત ખવડે શુભેચ્છા આપતો વિડીયો મેસેજ કે. એ. વાળાને મોકલ્યો હતો. પીઆઇ દેવાયત ફરાર હોવાનું જાણતા હોવા છતાં વોટ્સએપ સ્ટેટ્સમાં મુક્યો હતો અને નવો વિવાદ શરૂ થયો છે. આરોપીની દેવાયત ખવડ સાત દિવસ થી પોલીસ શોધખોળ કરે છે તે પોલીસ વિભાગના જ પીઆઇના સંપર્કમાં છે. છતાં પોલીસ શોધખોળ કરી શક્તી નથી.તમામ ઘટનાક્રમની વચ્ચે મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં મયુરસિંહ રાણાના પિતરાઈ ભાઈ પ્રદીપસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેવાયત ખવડને પોલીસ સાથે સાંઠગાંઠ છે. પોલીસ મારા ખિસ્સામાં છે તેવી દેવાયત ખવડ અને તેના ભાઈઓ દ્વારા વાત કરવામાં આવે છે. જો આગામી ૪૮ કલાકમાં દેવાયત ખવડને પકડવામાં નહીં આવે તો મયુરસિંહ રાણા અને પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આગામી દિવસોમાં જો દેવાયત ખવડને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.