કડી,\ મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા લોક્સભા ચૂંટણી ૨૦૨૪ પહેલા ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધર્યું છે. ત્યારે જિલ્લામાં પોલીસે વિવિધ ખાનગી સ્થાનો પર રેડ પાડવાનું શરૂ કર્યું છે. આ મુહિમમાં અનેકવાર મુદ્દામાલ સાથે અસામાજીક તત્વોની ધરપકડ કરવામાં આવે છે.જેમાં કુલ ૨૫ આરોપી પકડાયા,કુલ ૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
તાજેતરમાં મહેસાણા પોલીસ દ્વારા હાઈપ્રોફાઈલ જુગારધામ પડકી પાડવામાં આવ્યું છે. મહેસાણા પોલીસ દ્વારા કડીના બાવલું પોલીસ સ્ટેશન હદમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડવામાં આવ્યું છે. જોકે મહેસાણા પોલીસે બાતમીના આધારે આ હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું છે.
જે પૈકી મહેસાણા પોલીસે આ રેડમાં કુલ ૨૫ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તે ઉપરાંત આ ૨૫ આરોપીઓ પૈકી ૨ મહિલા આરોપીઓને પણ જુગાર રમતી પકડી પાડવામાં આવી છે. જોકે કુલ ૨૫ આરોપીઓ મળીને વેકરા ગામની સીમમાં વહાણવટી ફાર્મ હાઉસમાં જુગારધામ ઘણા સમયથી ચલાવતા હતા.
મહેસાણા પોલીસના જણાવ્યા અનુસાર પોલીસે જ્યારે અહીં દરોડા પાડ્યા હતા, ત્યારે કુલ ૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે ઉપરાંત આ ફાર્મહાઉસમાં કુલ ૨૫ આરોપીઓ મોંઘી દાટ ગાડીઓ સાથે આવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે મહેલાસાણા પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.