ભાવનગર, રાજ્યમાં ખાખી પર વધુ એકવાર આક્ષેપ થયા છે. રાજ્યમાં સુરક્ષા, શાંતિ અને સલામતી માટે જેની મિસાલ અપાય છે તેવી ગુજરાત પોલીસ પર ગંભીર આક્ષેપો થયા છે. આમ તો અવાર નવાર દારૂના હપ્તા જેવી બાબતોમાં આક્ષેપ થતા હોય છે. પરંતુ ભાવનગરના સિહોરમાં વેપારીઓમાં પોલાીસ પર ભારે રોષે ભરાયા છે.
સમગ્ર ઘટનાક્રમ આમ છે કે, સિહોરમાં પોલીસકર્મીઓ વેપારીઓને હેરાન કરતી હોવાનો આરોપ વેપારીઓ દ્વારા લગાવવામા આવ્યો છે. દુકાનો પરથી ફ્રીમા નાસ્તો અને ફરસાણ લઇ જતા હોવાનો ગંભીર આરોપ લગાવવામા આવ્યો છે. જે મામલે સ્થાનિકો રોષે ભરાઈ ૧૦૦થી વધુ લોકોએ સિહોર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે.
સ્થાનિક વેપારીઓને તહેવાર પર પોલીસ કર્મીઓ હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ વિવિધ ફરસાણ મફતમાં ઉચકી જાય છે તેવો પણ આરોપ લગાવ્યો છે. અત્રે જણાવીએ કે, આ તમામ બાબતે વેપારીઓ પરેશાન થતાં કાર્યવાહીની માગ કરી છે. ખાસ વાતએ છે કે, આ તમામ આક્ષેપો સાથે સાથે એક નિર્દોષ વ્યક્તિને પણ પોલીસ માર મારતાનો વીડિયો વાયરલ થયો છે.