દે.બારીયા,આર.ટી.ઓ. તથા પોલીસના દ્વારા બિનઅધિકૃત સામાનની હેરાફેરીમાં પકડાયેલા વાહનો તથા ચોરી થયેલા વાહનો તેમજ આવા કિસ્સામાં કયારેક પી.યુ.સી., લાઈસન્સ, નોન ટ્રાન્સફર થયેલા વાહનો પણ જપ્ત કરવામાં આવે છે. વધારેમાં દારૂની હેરાફેરીમાંં વાહનો જપ્ત થાય છે. તેમજ બુટલેગરોથી લઈને નાના ખિસ્સા કાતરું તથા રાત્રીમાં શકમાં એરેસ્ટ કરેલા વ્યકિતના પણ મોંધા ફોન પોલીસ સૌથી પહેલા કબ્જે કરતી હોય છે. તે મોબાઈલ મેળવવા માટે એફ.આર.આઈ. જે તે ગુન્હાની થઈ હોય તેમાં મોબાઈલ જપ્ત કરેલા મોબાઈલને કેટલા સમયની મર્યાદામાં પરત કરવાની ગાઈડ લાઈનમાં દર્શાવ્યું તો હશે પણ આ મોંધા મોબાઈલ પરત લેવા માટે પોલીસના ધકકા ખાવાને બદલે મોબાઈલ પરત લેવાનુંં માંડી વાળતા હોય છે. તેવુંં આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. મોબાઈલ પરત લેવા માટે જાય છે તો પોલીસ મોબાઈલનું બીલ હોય નહી તે મોબાઈલ પરત લેવા આવે નહિ. અંધેરી નગરી ગાંડુ રાજા જેવી હાલત ચાલી રહી છે. ઓછામાંં ઓછી કિંમતનો એન્ડ્રોઈડ મોબાઈલ અડધી કિંમત ગણો તો 8 થી 10 હજારનું હોય શકે છે. આવા કેટલાય મોબાઈલો જપ્ત થયેલા હશે. વાહનો વિગેરે જપ્ત થયેલા મુદ્દામાલ તમામ પોલીસના કબ્જામાં બોલે છે. પરંતુ તે ખુલ્લા મેદાનમાં સડતા દેખવા મળે છે. તેમાંથી તમામ વાહનોના પાર્ટસ જેવાં કે, સ્પેર ટાયર તથા બેટરી જેવી વસ્તુઓની ત્રણ-ચાર જ દિવસમાં ઉઠાંતરી થઈ જાય છે. આ પાર્ટસ પોલીસના કબ્જામાં જ ચોરી થાય છે. તેને કોઈપણ ઉપલા અધિકારીઓ ધ્યાને લેતા નથી. વેચાણ કરનારા જેના નામે આર.સી.બુક હોય છે. માલિકોને નોટીસ પાઠવવામાં આવે છે. વાહન ત્રીજા વ્યકિત પાસે જતુંં રહે છે. મુળ માલિકને વેચાણ કરેલા વાહનની કિંમત મળી ગઈ હોવાથી તેઓ પરત લેવા માટેની ફિકર અને તસ્દી પણ લેતા નથી. તેમજ જાહેર હરાજીમાં પોલીસ અધિકારીઓ રસ લેતા નથી. આવી બેદરકારી દાખવનારા અધિકારીઓને કોઈ પુછનાર છે ખરાં ? તે યક્ષ પ્રશ્ર્ન આમ જનતામાં ચર્ચાઈ રહ્યો છે. પોલીસના ફંડામાં કોણ પડે ડરના માર્યા ગરીબ લાચાર મોંંધા પોતાના મોબાઇલને જતું કરતા હોય છે !